એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગના ઓવરડોઝથી મોત?
અમિત ત્યાગી.મુંબઈઃ જાણીતા એક્ટર, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. સોમવારે બપોરે તે તેના અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં…
ADVERTISEMENT
અમિત ત્યાગી.મુંબઈઃ જાણીતા એક્ટર, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. સોમવારે બપોરે તે તેના અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આદિત્યના મિત્રએ તેને બિલ્ડિંગના 11મા માળે સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં જોયો હતો. આ પછી, મિત્ર અને બિલ્ડિંગના ચોકીદાર તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં અભિનેતાને મૃત જાહેર કરવામાં આવ્યો. સૂત્રોનું કહેવું છે કે અભિનેતાના મૃત્યુ પાછળ ડ્રગ્સનો ઓવરડોઝ હોઈ શકે છે.
કોણ હતો આદિત્ય સિંહ રાજપૂત?
આદિત્ય સિંહ રાજપૂતની ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ ધરાવતો હતો. તેના ઈંડસ્ટ્રીના જાણિતા ઘણા લોકો સાથે સંપર્કો હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. થોડા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યા પછી, તેણે પોતાની બ્રાન્ડ પોપ કલ્ચર શરૂ કર્યું. આ બ્રાન્ડ હેઠળ તે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને લોન્ચ કર્યા છે.
IPL 2023ની ફાઇનલમાં આ બંને ભાઈની થશે ટક્કર? આ રીતે રચાશે ઇતિહાસ
અભિનેતાના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. ગઈકાલ સુધી પાર્ટી કરતો અને હસતો આદિત્ય આજે આ દુનિયામાં નથી એ માનવું કોઈપણ માટે મુશ્કેલ છે. દિલ્હીના રહેવાસી આદિત્ય સિંહ રાજપૂતની મૉડલિંગમાં શાનદાર કારકિર્દી હતી. તેણે ‘ક્રાંતિવીર’ અને ‘મૈંને ગાંધી કો નહીં મારા’ નામની ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તે ટીવી પર લગભગ 300 જાહેરાતોમાં જોવા મળ્યો હતો. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ગ્લેમરની દુનિયામાં એક ખાસ ઓળખ
આદિત્યએ વેબ સિરીઝ ‘ગંદી બાત’માં પણ કામ કર્યું હતું. આદિત્ય સિંહ રાજપૂત લાંબા સમયથી એક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલો હતો. તે કાસ્ટિંગના કામ પર વધુ ધ્યાન આપતો હતો. મુંબઈની ગ્લેમર સર્કિટમાં આદિત્યની ખાસ ઓળખ હતી. તે ઘણીવાર પાર્ટીઓ અને પેજ 3 ઈવેન્ટ્સમાં જોવા મળતો હતો.
ગુજરાતી ટેલેન્ટઃ ચિત્રકારે બનાવી PM મોદીની પેઈન્ટિંગ, અરિસામાં રાખો તો દેખાય અમિત શાહ
આદિત્ય સિંહ રાજપૂતે 17 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો હતો. જોકે તેનો પરિવાર ઉત્તરાખંડનો હતો. તેના ઘરમાં તેના માતા-પિતા સાથે તેની એક મોટી બહેન છે, જે લગ્ન પછી યુએસએ શિફ્ટ થઈ ગઈ છે. શાળા પૂર્ણ કર્યા પછી, આદિત્યએ ઘણી પરીક્ષાઓ આપી હતી, પરંતુ નસીબમાં કંઈક બીજું હતું. આવી સ્થિતિમાં તેણે મુંબઈ આવીને પોતાની કારકિર્દી બનાવી. તેણે ફિલ્મો અને જાહેરાતો તેમજ ટીવી શો CIA (CAMBALA Investigation Agencys)માં કામ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT