વન નેશન, વન ઇલેક્શન અંગે એક્શનમાં કમિટી, વિપક્ષ નેતા વિહોણી સમિતી સાથે કોવિંદની મુલાકાત

ADVERTISEMENT

One nation one election First Meeting
One nation one election First Meeting
social share
google news

One Nation One Election Committee: કાયદા મંત્રાલયના સચિવ નિતેશ ચંદ્રા અને કાયદા સચિવ રીતા વશિષ્ઠે પૂર્વ રાષ્ટ્રપતિ અને નવ નેશન, વન ઇલેક્શન સમિતી પ્રમુખ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.

One Nation One Election

વન નેશન વન ઇલેક્શન અંગે સમગ્ર દેશમાં નવેસરથી ચર્ચા શરૂ થઇ ચુકી છે. બીજી તરફ કાયદા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. કોવિંદ લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક એકમ એક સાથે ચૂંટણી કરાવવાની સંભાવના પર નજર રાખવા માટે બનાવાયેલી ઉચ્ચ સ્તરીય સમિતીના અધ્યક્ષ છે.

તમામ અધિકારીઓ સાથે બેઠક

સમાચાર એજન્સી PTI ના અનુસાર કાયદા સચિવન નિતેન ચંદ્રા, કાયદાકીય સચિવ રીતા વશિષ્ઠ અને અન્ય અધિકારીઓએ કોવિંદને જણાવ્યું કે, સમિતિની સામે એજન્ડા પર કેવી રીતે આગળ વધશે. નિતેશ ચંદ્રા ઉચ્ચ સ્તરીય સમિતીના સચિવ પણ છે અને રીતા વશિષ્ઠનો વિભાગ ચૂંટણી મુદ્દે જનપ્રતિનિધિ અધિનિયમ સંબંધિત નિયમોથી સંબંધિત છે.

ADVERTISEMENT

વન નેશન વન ઇલેક્શન માટે સમિતીની રચના

કેન્દ્ર સરકારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરનિગમો અને પંચાયતોની ચૂંટણી એક સાથે કરાવવાના મુદ્દે ધ્યાન આપવા માટે શનિવારે 8 સભ્યોની કમિટીની રચના કરી. આ કમિટીની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ અને નાણાપંચના પૂર્વ અધ્યક્ષ એન.કે સિંહ સભ્યો હશે.

કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કમિટી પર કર્યો કટાક્ષ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સમિતીનો હિસ્સો બનવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેને સમિતીમાં સમાવવા નહી મુદ્દે પણ નિશાન સાધ્યું હતું. કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન પર કમિટી એવા સમયે બનાવી છે જ્યારે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી થવાની છે. બીજી તરફ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આયોજીત થવાની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT