એક્શનઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. મળતી માહિતી મુજબ, સોપોરના રાફિયાબાદમાં સોપર પોલીસ અને 32 રાષ્ટ્રીય રાઈફલની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું છે.
ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. મળતી માહિતી મુજબ, સોપોરના રાફિયાબાદમાં સોપર પોલીસ અને 32 રાષ્ટ્રીય રાઈફલની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું છે.
સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન
હાલ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ બીજા પણ કેટલાક આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. તો ઠાર મારવામાં આવેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી થઈ શકે છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
લશ્કરનો મદદગાર ઝડપાયો
આ પહેલા શુક્રવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. સેનાએ પીઓકેના રહેવાસી અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જૂથના એક મદદગારની ધરપકડ કરી હતી, જેની ઓળખ ઝહીર હુસૈન શાહ તરીકે થઈ હતી. સુરક્ષા દળોએ તેને પૂંછથી ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
રાજ્યમાં ભારે સુરક્ષાદળો
રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય તે માટે કેન્દ્ર સરકારે ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. અત્યાર સુધીમાં અર્ધલશ્કરી દળોની લગભગ 300 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે કંપનીઓને શ્રીનગર, હંદવાડા, ગાંદરબલ, બડગામ, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, અનંતનાગ, શોપિયાં, પુલવામા, અવંતીપોરા અને કુલગામમાં તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સહસ્ત્ર સીમા બલ અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સહિત અર્ધલશ્કરી દળોની 298 કંપનીઓને કાશ્મીર ખીણમાં વિધાનસભા ચૂંટણીના સુચારુ સંચાલન માટે સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.
18 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રીનગરને સૌથી વધુ કંપનીઓ (55) મળી છે, ત્યારબાદ અનંતનાગ (50), કુલગામ (31), બડગામ, પુલવામા અને અવંતીપોરા (24), શોપિયાં (22), કુપવાડા (20), બારામુલા (17), હંદવાડા (15), બાંદીપોરા (13) અને ગાંદરબલ (3) મળી છે. ત્રણ તબક્કાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મંગળવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બરે અને ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જ્યારે ચૂંટણીની મતગણતરી 4 ઓક્ટોબરે થવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT