JAMNAGAR માં જિલ્લા વિકાસ અધિકારીની ગાડી સાથે અકસ્માત
જામનગર : શહેરના એસ.ટી રોડ જોલી બંગલા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બે યુવાનોએ કલેક્ટરની ગાડી સાથે જ અકસ્માત સર્જ્યો હતો.આટલું જ નહી અકસ્માત કર્યા…
ADVERTISEMENT
જામનગર : શહેરના એસ.ટી રોડ જોલી બંગલા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બે યુવાનોએ કલેક્ટરની ગાડી સાથે જ અકસ્માત સર્જ્યો હતો.આટલું જ નહી અકસ્માત કર્યા બાદ લાજવાના બદલે ગાજ્યા હતા અને થાય તે કરી લેવું કહીને ગાળો ભાંડી હતી. જેના કારણે ડ્રાઇવરે આ બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
બાઇક ચાલકે જામનગરના જિલ્લા વિકાસ અધિકારીને ઇનોવા ગાડી ઠોકી
બાઇકના ચાલાકે જામનગર જિલ્લા વિકાસ અધિકારીની સરકારી ઇનોવા કાર સાથે બાઈક અથડાવી અકસ્માત સર્જયો હતો. મોટરસાયકલ સવારે ફરિયાદી ડ્રાઈવરને મનફાવે તે પ્રકારે ગાળો ભાંડી હતી. હું કોઇનાથી ગભરાતો નથી અને તમારાથી થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. હાલ તો સમગ્ર મામલે ફરિયાદ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આદરી છે.
જીતેન્દ્ર તુલસીદાસ ચોલેરા DDO ના ગાડીના ડ્રાઇવર છે
મળતી વિગતો અનુસાર જીતેન્દ્ર તુલસીદાસ ચોલેરા, જામનગર ખાતે રહેતા ફરીયાદી જામનગર જિલ્લા વિકાસ અધિકારીની ઈનોવા ગાડીના ડ્રાઇવર તરીકેની ફરજ બજાવે છે. જે ગઈકાલે બપોરના સવા ચારેક વાગ્યે ઈનોવા ગાડી જિલ્લા પંચાયતથી જિલ્લા વિકાસ અધિકારીના નિવાસ સ્થાને જતા હતા, ત્યારે એસ.ટી રોડ જોલી બંગલા સામે નવાનગર બેંકની પાસે પહોંચતા ત્યાં ટ્રાફિક હતો. જેથી ઉપરોક્ત ગાડીમાં બ્રેક મારતા તે દરમ્યાન પાછળથી બાઇક ચાલકે અકસ્માત સર્જયો હતો.
ADVERTISEMENT
એક્સેસ ચાલકના પિતાએ પણ અયોગ્ય ભાષામાં વાત કરી
સરકારી ઈનોવા ગાડીના પાછળના ભાગે ગાડી અથડાવી હતી. નીચે ઉતરી જોતા એક લાલ કલરની એક્સેસ ગાડીનો અકસ્માત કર્યો હતો. સરકારી ઇનોવા ગાડીના પાછળનાં ડાબી બાજુના બમ્પર તથા બેક સાઈટ લાઈટને નુકસાન થયું હતું. આ બાબતે બાઇક ચાલક લાજવાના બદલે ગાજ્યો હતો. થોડીવારમાં મોટરસાયકલ ચાલકે ફોન કરીને તેના પિતાને બોલાવતા તે પણ આવ્યા હતા. ઉશ્કેરાઈ જઈને ડ્રાઈવર જીતેન્દ્રભાઇને જેમ તેમ ગાળો ભાંડી હતી. જે હોય તે તમારાથી થાય તે કરી લેજો તમને જોઈ લેશે તેવી ધમકી આપી હતી. ગાડી મુકીને ફરાર થઇ ગયા હતા.
હાલ તો પોલીસ દ્વારા બંન્ને પિતા પુત્ર વિરુદ્ધ સીટીએ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ-279,427,504,506(1),114 તથા મોટર વેહીકલ એક્ટ ક. 177, 184,134 મુજબ ગુન્હો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT