Rajasthan News: રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, બસ પુલ પરથી નીચે રેલવે ટ્રેક પર ખાબકતા 4ના મોત, 24 લોકો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajasthan Road Accident News: રાજસ્થાનના દૌસામાં એક ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ડીએમ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માત નેશનલ હાઈવે-21 પર થયો છે. અહીં એક પેસેન્જર બસ પુલની

બેકાબૂ થઈને પુલ પરથી નીચે ખાબકી બસ

દૌસાના ડીએમ કમર ચૌધરીના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લગભગ 2.15 વાગ્યે નેશનલ હાઇવે-21 પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં હરિદ્વારથી જયપુર તરફ જઈ રહેલી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને લોખંડની રેલિંગ તોડીને પુલ પરથી નીચે ખાબકી હતી. બસ સીધી જયપુર-દિલ્હી રેલવે માર્ગના પાટા પર પડી હતી. બસ પુલ પરથી નીચે રેલવે ટ્રેક પર ખાબકી હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો અને ઘટનાસ્થળે પોલીસની ટીમો દોડી આવી.

ADVERTISEMENT

અપ અને ડાઉન ટ્રેક પર ટ્રેન સંચાલન બંધ

અકસ્માતની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટનાના સમાચાર રેલ્વે કંટ્રોલ રૂમને મળતા જ જયપુર-દિલ્હી રેલવે લાઇનના અપ અને ડાઉન ટ્રેક પર ટ્રેનોનું સંચાલન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું. રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોલીસની ટીમો દોડી આવી

મળતી માહિતી મુજબ, હરિદ્વારથી જયપુર તરફ જઈ રહેલી બસના ડ્રાઈવરે લગભગ રાત્રે 2.15 વાગ્યે સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવ્યો હતો. જેથી બસ લોખંડની રેલિંગ તોડીને પુલ પરથી નીચે સીધી રેલવે ટ્રેક પર ખાબકી હતી. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને RPFની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક બસમાંથી મુસાફરોને બહાર કાઢ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

4 મુસાફરોના મોત

તો આ અકસ્માતમાં 4 મુસાફરોના મોત થયા છે. જેમાં બે મહિલાઓ સામેલ છે. તો પાંચ મુસાફરોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે જયપુર રીફર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT