ACB vs ED: નેતાઓના ઘરે દરોડા પાડતા EDના અધિકારી ફસાયા, ACBએ 15 લાખની લાંચ મામલે કરી ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ED caught in Bribe: તાજેતરમાં રાજસ્થાનમાં EDએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના પરિસરમાં દરોડા પાડ્યા હતા, આ સિવાય FERA સંબંધિત એક કેસમાં સીએમ ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી હતી. હવે રાજસ્થાન ACBએ ED અધિકારી સામે કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીના અધિકારી પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.

વચેટિયા દ્વારા 17 લાખની લાંચ માગવાનો આરોપ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ઓફિસર નવલ કિશોર મીણા પર એક વચેટિયા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સીએ કેન્દ્રીય એજન્સીના અધિકારીની ધરપકડ કરી છે. ACBએ ED અધિકારીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાવ્યા હતા, ત્યારબાદ તેમની સાથે સંબંધિત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.

15 લાખની લાંચ લેતા ધરપકડ

નવલ કિશોર મીણા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં EO તરીકે કામ કરતા હતા. નવલ કિશોર પર ચિટફંડ સંબંધિત એક કેસ બંધ કરવા અને પ્રોપર્ટી અટેચ ન કરવા અને ધરપકડથી બચાવવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે, ત્યારબાદ 15 લાખ રૂપિયાની લાંચ લેતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

આ કેસમાં એસીબીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. 15 લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે.”

એસીબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, એસીબીના જયપુર નગર તૃતિય યુનિટને ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી કે ED ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં, મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસના EO નવલ કિશોર મીણા દ્વારા 17 લાખની લાંચની રકમ માંગવામાં આવી હતી. જે બાદ 15 લાખની લાંચ લેતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT