AC Blast: બોમ્બની જેમ ફાટ્યું AC, ઘણા ફ્લેટ આવી આગની ઝપેટમાં; ભયાનક વીડિયો આવ્યો સામે

ADVERTISEMENT

AC Blast Fire Burst in Noida
ACમાં બ્લાસ્ટ બાદ ભયાનક આગ
social share
google news

AC Blast Fire Burst in Noida: નોઈડામાં એક બિલ્ડિંગમાં  AC બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેના કારણે ઘણા ફ્લેટ આગની ઝપેટમાં આવી ગયા છે. આ મામલો નોઈડાના સેક્ટર 100 ખાતે આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટી (Lotus Boulevard)નો છે. એસીમાં બ્લાસ્ટ થતાં ફ્લેટમાં ભયાનક આગ લાગી હતી, જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી.

લોકો ફટાફટ ઉતરી ગયા નીચે

આસપાસના ફ્લેટ્સમાં રહેતા લોકો પોત-પોતાના ફ્લેટમાંથી બહાર નીકળીને સોસાયટીના ગ્રાઉન્ડમાં આવી ગયા. ઘણા ફ્લેટ આગની ઝપેટમાં આવ્યા હોવાની સંભાવના છે. લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને આગની જાણ કરી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 

ગઈકાલે પણ લાગી હતી આગ

તમને જણાવી દઈએ કે, બુધવારે જ નોઈડાને અડીને આવેલા ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં પણ એક ફ્લેટમાં એસી ફાટ્યું હતું. AC ફાટતાની સાથે જ ઘરમાં આગ લાગી હતી. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

ADVERTISEMENT

ACમાં બ્લાસ્ટ કેમ થાય છે?

ACમાં બ્લાસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે કે જેમ કે સારી રીતે ACની સફાઈ ન કરવી, લો ક્વોલિટીવાળા કેબલ અને પ્લગનો ઉપયોગ કરવો, વોલ્ટેજમાં ઉતાર-ચઢાવવ, ખોટા ગેસનો ઉપયોગ કરવો. 

    follow whatsapp

    ADVERTISEMENT