UAEનું ભવ્ય હિન્દુ મંદિર બનાવવમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો, આ દેવી-દેવાતીઓની થશે પૂજા, જાણો બધુ

ADVERTISEMENT

અબુ ધાબીમાં BAPS મંદિરની તસવીર
BAPS Temple in Abu Dhabi
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

UAEના અબુ ધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું PM દ્વારા ઉદ્ઘાટન કરાયું.

point

અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર 27 એકર જમીનમાં ફેલાયેલું છે.

point

મંદિર માટે રૂપિયા 700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

BAPS Temple in Abu Dhabi: PM નરેન્દ્ર મોદી આજે ગલ્ફ ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતમાં  BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેની ખૂબ જ ચર્ચા છે. આ વિશાળ મંદિર પથ્થરોથી બનેલું અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર છે, જેને 'રેતીમાં ખીલેલું કમળ' કહેવામાં આવે છે. 27 એકરમાં ફેલાયેલું વિશાળ સ્વામિનારાયણ મંદિર ભારતની પ્રાચીન મંદિર નિર્માણ શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે.

અબુધાબીના અબુ મુરીખા જિલ્લામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના નિર્માણ માટે જમીન UAE સરકારે દાનમાં આપી હતી. જ્યારે પીએમ મોદી 2015માં યુએઈ ગયા હતા ત્યારે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પીએમ મોદીને મંદિર માટે 13.5 એકર જમીન ભેટમાં આપી હતી.

27 એકરમાં બનેલા મંદિરમાં 13.5 એકરનું પાર્કિંગ

આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જેમાંથી 13.5 એકરમાં મંદિર અને 13.5 એકરમાં પાર્કિંગ એરિયા છે. UAE સરકાર દ્વારા પાર્કિંગ એરિયા માટે જમીન પણ આપવામાં આવી છે. 2019માં 'સહિષ્ણુતાના વર્ષ' દરમિયાન સરકારે બાકીની જમીન મંદિરને આપી દીધી હતી.

ADVERTISEMENT

પીએમ મોદીએ UAE સરકારના આ સહયોગ માટે રાષ્ટ્રપતિ અલ-નાહ્યાનનો પણ આભાર માન્યો છે. તેમની UAE મુલાકાત દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, 'BAPS મંદિરનું નિર્માણ તમારા (UAE પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ-નાહયાન)ના સમર્થન વિના અશક્ય હતું.'

મંદિરના નિર્માણમાં કેટલા પૈસા ખર્ચ થયા?

BAPS સ્વામિનારાયણ મંદિર 108 ફૂટ ઊંચું, 262 ફૂટ લાંબુ અને 180 ફૂટ પહોળું છે. તેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં માત્ર ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પત્થરો અને માર્બલ અબુધાબી લાવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે તે હજારો વર્ષો સુધી અકબંધ રહેશે. મંદિરના પાયામાં રાખ ભરવામાં આવી છે. રાખમાંથી બનેલી ઇંટો લાંબા સમય સુધી મજબૂત આધાર પૂરો પાડે છે.

ADVERTISEMENT

અબુ ધાબી BAPS મંદિરમાં શું સુવિધાઓ છે?

મંદિર સંકુલમાં લોકો માટે ઘણી બધી સુવિધાઓ છે જેમાં વિશાળ એમ્ફી થિયેટર, પ્રાર્થના હોલ, ગેલેરી, પુસ્તકાલય, થીમ આધારિત બગીચા, સુંદર ફુવારા, ફૂડ કોર્ટ, ગિફ્ટ કોર્નર વગેરેનો સમાવેશ થાય છે.

મંદિરના પરિસરમાં બાળકો માટે રમવાનો વિસ્તાર, એક મજલિસ (લોકોની બેઠક), બે કોમ્યુનિટી હોલ કે જેમાં 5,000 લોકો બેસી શકે છે તે પણ બનાવવામાં આવ્યા છે.

મંદિરમાં કયા દેવતાઓની મૂર્તિઓ છે?

ભગવાન સ્વામિનારાયણના મંદિરની દિવાલો પર હિન્દુ ધર્મ અને વિશ્વની અન્ય તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓની 250 થી વધુ વાર્તાઓ કોતરવામાં આવી છે.

BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારતના વિવિધ રાજ્યોના દેવતાઓને સમર્પિત સાત શિખરો છે. તેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના તમામ દેવતાઓ છે. જેમાં ભગવાન અયપ્પા, તિરુપતિ બાલાજી, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ અને રાધા, ભગવાન હનુમાન, ભગવાન શિવ, પાર્વતી અને પુત્રો ગણેશ અને કાર્તિકેય, ભગવાન રામ સહિત અને સીતા માતાનો પણ સમાવેશ થાય છે.

મંદિરના બહારના સ્તંભો પર રામાયણની વિવિધ વાર્તાઓ કોતરવામાં આવી છે, જેમાં રામનો જન્મ, સીતાનો સ્વયંવર, રામનો વનવાસ, લંકા દહન, રામ-રાવણ યુદ્ધ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.

UAE માં બનારસ ઘાટનો અનુભવ

મંદિરના પ્રવેશદ્વારમાં આઠ પ્રતિમાઓ છે જે સનાત્મ ધર્મના આઠ મૂલ્યોનું પ્રતીક છે. મંદિરનું એમ્ફી થિયેટર બનારસ ઘાટના આકારમાં બનાવવામાં આવ્યું છે જેથી લોકો ત્યાં ભારતીયતાનો અનુભવ કરી શકે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, મંદિરના સ્વયંસેવક વિશાલ પટેલે કહ્યું, 'અમે એમ્ફી થિયેટરને બનારસ ઘાટ જેવો બનાવવા માગતા હતા જેથી લોકો અહીં આવીને બેસી શકે, ધ્યાન કરી શકે અને જાણે કે તેઓ ભારતમાં હોય તેવું અનુભવી શકે. જ્યારે લોકો એમ્ફીથિયેટરમાં જાય છે, ત્યારે તેઓ પાણીના બે પ્રવાહો જોશે જે પ્રતીકાત્મક રીતે ભારતની ગંગા અને યમુનાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રિવેણી સંગમ જેવો દેખાવ આપવા માટે, મંદિરમાંથી પ્રકાશનું કિરણ નીકળશે જે પ્રતીકાત્મક રીતે સરસ્વતી નદીને દર્શાવશે.

મંદિરની દિવાલો પર ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ કોતરવામાં આવ્યા છે જે યુએઈનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક ઊંટ અને ઘોડાની કોતરણી સંપૂર્ણપણે અલગ છે, જેના કારણે મંદિરનો અનોખો દેખાવ ઉભરી રહ્યો છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT