પશ્ચિમ બંગાળના CM Mamata Banerjeeના ઉત્તરાધિકારી કોણ હશે? TMC પ્રવક્તાએ કરી જાહેરાત
ઉત્તર પ્રદેશમાં બસપા (BSP) સુપ્રીમો માયાવતીના ઉત્તરાધિકારીની ઘોષણા કરવામાં આવી છે, તેવી જ રીતે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉત્તરાધિકારી પણ નક્કી કરવામાં આવ્યા…
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં બસપા (BSP) સુપ્રીમો માયાવતીના ઉત્તરાધિકારીની ઘોષણા કરવામાં આવી છે, તેવી જ રીતે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉત્તરાધિકારી પણ નક્કી કરવામાં આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા કુણાલ ઘોષે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી વર્ષ 2036 સુધી સેવા આપતા રહેશે અને ત્યારબાદ સત્તાની કમાન તેમના ઉત્તરાધિકારીને સોંપવામાં આવશે.
TMC પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ તાજેતરમાં જ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. આ પછી મમતા બેનર્જીના ઉત્તરાધિકારીને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. આ અંગે ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે હુગલીના ચૂચુરામાં પત્રકારોને જણાવ્યું કે મમતા બેનર્જીનું સ્થાન તેમના ભત્રીજા અભિષેક બેનર્જી લેશે. જોકે, અત્યારે મમતા દીદી સેવા આપતા રહેશે.
અભિષેક બેનર્જી હશે સેનાપતિ
તેમણે કહ્યું કે, અમે આગામી ચૂંટણી સીએમ મમતા બેનર્જીના નેતૃત્વમાં લડીશું અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી સેનાપતિની ભૂમિકા ભજવશે. મમતા દીદી વર્ષ 2036 સુધી મુખ્યમંત્રી બન્યા રહેશે અને ત્યારબાદ તેમની જગ્યાએ સત્તાની બાગડોર અભિષેક બેનર્જીને સોંપવામાં આવશે. ટીએમસીના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે જે લોકો પશ્ચિમ બંગાળમાં સત્તા પર કબજો કરવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું સપનું ક્યારેય પૂરું થવાનું નથી.
આ પણ વાંચો
ADVERTISEMENT
અવિભાજિત પાર્ટી છે TMC: કુણાલ ઘોષ
ટીએમસીના પ્રવક્તાએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં અવિભાજિત પાર્ટી છે અને તે એક થઈને ચૂંટણી લડશે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) હજુ પણ નક્કી કરી શકી નથી કે તેમની લડાઈનું નેતૃત્વ કોણ કરશે? સુવેન્દુ અધિકારી કે સુકાંત મજુમદાર કે દિલીપ ઘોષ કોના નેતૃત્વમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડશે
ADVERTISEMENT