MP Election Result: HOT અભિનેત્રી ચાહત પાંડે AAP તરફથી ચૂંટણી લડી અને હારી
MP Assembly Election Results Update: મધ્યપ્રદેશના દામોહની રહેવાસી ટીવી અભિનેત્રી ચાહત પાંડેયે આ વર્ષે જુન મહિનામાં આમ આદમી પાર્ટી (AAP) જોઇન કરી હતી. પાર્ટીએ ચાહતને…
ADVERTISEMENT
MP Assembly Election Results Update: મધ્યપ્રદેશના દામોહની રહેવાસી ટીવી અભિનેત્રી ચાહત પાંડેયે આ વર્ષે જુન મહિનામાં આમ આદમી પાર્ટી (AAP) જોઇન કરી હતી. પાર્ટીએ ચાહતને દામોહથી જ ભાજપના કદ્દાવર નેતા જયંત મલૈયાની સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
મધ્યપ્રદેશની દમોહ વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ચાહત પાંડે ચૂંટણી હારતા દેખાઇ રહ્યા છે. વલણમાં આપ ઉમેદવાર ચોથા નંબર પર છે. આ સીટથી ભાજપના કદ્દાવર નેતા જયંત મલૈયા 36 હજાર મતથી સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમની પછી કોંગ્રેસના કેંડિડેટ અજય કુમાર ટંડન અને બહુજન સમાજવાદી પાર્ટી બાદ પ્રતાપસિંહ રોહિત અહિવારનો નંબર આવે છે.
મધ્યપ્રદેશના દમોહના જ રહેવાસી અભિનેત્રી ચાહત પાંડેયે આ વર્ષે જુન મહિનામાં આમ આદમી પાર્ટી જોઇન કરી હતી. પાર્ટીએ ચાહતને દમોહથી જ ભાજપના કદ્દાવર નેતા જયંત મલૈયાની સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના હાલના ધારાસભ્ય અજય ટંડન પણ આ ત્રિકોણીય મેચમાં જોડાયા હતા.
ADVERTISEMENT
અભિનેત્રી ચાહત પાંડેયે અનેક ટીવી ધારાવાહિકોમાં કામ કર્યું છે. તેમણે 17 વર્ષની ઉંમરે ટીવી શો પવિત્ર બંધન દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્કફ્રંટની વાત કીરએ તે અભિનેત્રી તેનાલીરામન, રાધા કૃષ્ણ, સાવધાન ઇન્ડિયા, નાગિન-2, દુર્ગા માતાની છાપ, અલ્લાદીન અને ક્રાઇમ પેટ્રોલ સહિત અનેક સીરિયલમાં જોવા મળી ચુક્યા છે. હાલ તેઓ ટીવી શો નથ જેવર યા જંજીરમાં મહુઆનું પાત્ર નિભાવી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણી મતગતણતરીની વાત કરીએ તો સમાચાર લખતા સુધીમાં પ્રદેશની 230 સીટોમાંથી 161 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તેની તુલનાએ કોંગ્રેસ 66 સીટ પર જ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT