AAPએ કેજરીવાલની ધરપકડની આશંકા વ્યક્ત કરી, પાર્ટી ઓફિસમાં ઈમરજન્સી બેઠક બોલાવી
નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. CBIએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈ હેડક્વાર્ટરમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. CBIએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈ હેડક્વાર્ટરમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસે અનેક નેતાઓની અટકાયત પણ કરી છે.
AAPએ વ્યક્ત કરી ધરપકડની આશંકા
આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના દિલ્હીના કન્વીનર ગોપાલ રાયે પાર્ટી કાર્યાલયમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં પાર્ટીના તમામ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, રાષ્ટ્રીય સચિવો અને નેતાઓએ ભાગ લીધો છે. આ સાથે દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પણ બેઠકમાં સામેલ થયા છે.
ADVERTISEMENT
CBI કરી રહી છે કેજરીવાલની પૂછપરછ
વાસ્તવમાં, દિલ્હીના કથિત દારૂ કૌભાંડની તપાસ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. આ મામલામાં સીબીઆઈ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈએ શનિવારે કેજરીવાલને સમન્સ જારી કરીને 16 એપ્રિલે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. AAP આરોપ લગાવી રહી છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ દબાણ બનાવવા માંગે છે.
‘દિલ્હીને નોર્થ કોરિયામાં ફેરવી દીધું છે’
AAP પ્રવક્તા જૈસ્મીન શાહે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “દરેકને વિરોધ કરવાનો અધિકાર હોવો જોઈએ. કોર્પોરેટરો, ધારાસભ્યોના ઘરે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. દિલ્હી અને પંજાબના મંત્રીઓ, અમારા તમામ વરિષ્ઠ નેતાઓ કે જેઓ પોલીસની પરવાનગી લઈને સીબીઆઈ ઓફિસ પાસે બેઠા હતા તેઓને અચાનક ઉપાડી લેવામાં આવ્યા હતા.” આજે કહેવું પડશે કે વિરોધ કરવાનો અધિકાર મરી ગયો છે. જો આ કટોકટી નથી તો શું છે. તેઓએ (ભાજપ) દિલ્હીને ઉત્તર કોરિયામાં ફેરવી દીધું છે.”
ADVERTISEMENT
ADVERTISEMENT