દિલ્હીમાં AAP-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ, 4-3ના આધારે સીટોની થશે વહેંચણી, પણ પંજાબમાં ફસાયો પેચ!
Lok sabha election 2024: INDIA ગઠબંધનમાં સીટોની વહેંચણી પર મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શુક્રવારે એક મહત્વની બેઠક યોજી…
ADVERTISEMENT
Lok sabha election 2024: INDIA ગઠબંધનમાં સીટોની વહેંચણી પર મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શુક્રવારે એક મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં દિલ્હીને લઈને AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નિશ્ચિત માનવામાં આવે છે. દિલ્હીમાં એક પાર્ટી 4 સીટો પર જ્યારે બીજી પાર્ટી 3 સીટો પર ચૂંટણી લડશે. દિલ્હીમાં લોકસભાની કુલ 7 બેઠકો છે.
કઈ પાર્ટી કઈ બેઠકો પર ચૂંટણી લડશે?
જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે કઈ પાર્ટી 4 બેઠકો પર ચૂંટણી લડશે અને કઈ પાર્ટી દિલ્હીની 3 બેઠકો પર ચૂંટણીના મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે કઈ પાર્ટી કઈ બેઠકો પર ચૂંટણી લડશે તેના પર કોઈ સહમતિ બની નથી.
બેઠક સકારાત્મકઃ રાઘવ ચઢ્ઢા
AAP નેતા રાઘવ ચઢ્ઢાએ આ બેઠકને સકારાત્મક ગણાવી છે. તો સૂત્રોએ કહ્યું કે જ્યાં સુધી દિલ્હીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનની વાત છે, ત્યાં સુધી કોઈ સમસ્યા સામે આવી નથી.
પંજાબમાં ગઠબંધન નહીં
હવે જો પંજાબની વાત કરીએ તો ત્યાં ગઠબંધનની કોઈ આશા જોવા મળી રહી નથી. AAP અને કોંગ્રેસ રાજનીતિમાં એક બીજાની પ્રતિસ્પર્ધી છે, પરંતુ લોકસભાની ચૂંટણી માટે એકજુટ થવાની જરુરીયાતોનું મહત્વ પણ સમજે છે. જોકે, બંને પક્ષો સતત આ વાત પર ભાર આપી રહ્યા છે કે તેઓ પંજાબની તમામ સીટો પર પોત-પોતાના ઉમેદવાર ઉતારશે. કારણ કે બંને પક્ષો પંજાબમાં પોતાનો રાજકીય દબદબો વધારવાની સાથે જ એ આશામાં પણ છે ચૂંટણીના પરિણામો તેમની તરફેણમાં આવશે. તેથી પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી.
આ રાજ્યોમાં વિસ્તરણ ઈચ્છે છે AAP
દિલ્હી અને પંજાબ સિવાય AAP ગુજરાત, ગોવા અને હરિયાણા જેવા અન્ય રાજ્યોમાં પોતાનું વિસ્તરણ કરવા ઈચ્છે છે. આને લઈને કોગ્રેસે આગામી 2થી 3 દિવસની અંદર પોતાના સ્થાનિક નેતૃત્વ સાથે ચર્ચા કરવાનું વિચાર્યું છે. આગામી ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડે તેવી શક્યતાઓ ઘણી વધી ગઈ છે. ખાસ કરીને દિલ્હી અને ગુજરાતમાં. આ સંભવિત ગઠબંધનનું લક્ષ્ય પરસ્પર સંકલનનો લાભ ઉઠાવવાનું અને મજબૂત વિપક્ષના રૂપમાં એક મોરચો રજૂ કરવાનો છે.
શું નિર્ણય લેવાયો એ હજુ બહાર નથી આવ્યું
શુક્રવારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શું નિર્ણય લેવાયો છે તે હજુ બહાર આવ્યું નથી, જો કે બંને પક્ષના નેતાઓએ જે રીતે પ્રતિક્રિયા આપી છે તેને જોતા તેઓએ આ બેઠકને સકારાત્મક ગણાવી છે. સાંજે બેઠક પૂર્ણ થયા પછી AAP નેતા રાઘવ ચઢ્ઢાએ તેમના નિવેદનમાં કહ્યું, ‘આજની મીટિંગ ખૂબ જ સકારાત્મક હતી. અમે દરેક રાજ્ય પર ટિપ્પણી કરી શકતા નથી. આ સાથે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે ઈન્ડિયા બ્લોકની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે.’
ADVERTISEMENT
ADVERTISEMENT