‘મનીષ સિસોદિયાને જેલમાં ખૂંખાર કેદીઓ સાથે રખાયા’, AAPનો BJP પર જેલમાં હત્યાના ષડયંત્રનો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દિલ્હીના લિકર કૌભાંડમાં દરરોજ નવી રાજનીતિ થઈ રહી છે. આજે (8 માર્ચ) હોળીના દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘આજે મનીષ સિસોદિયા કેન્દ્ર સરકારના ષડયંત્રને કારણે જેલની અંદર છે. તેમને ષડયંત્ર હેઠળ તિહાર જેલની જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. અમને જાણવા મળ્યું છે કે આ પ્રકારના પ્રથમ વખતના અંડર ટ્રાયલને જેલ નંબર 1માં રાખવામાં આવતા નથી. જ્યારે દેશના સૌથી ખતરનાક અને હિંસક કેદીઓ જેલ નંબર 1માં બંધ છે. તેમની હિંસાના સમાચાર ટીવી અને અખબારોમાં ઘણી વખત છપાય છે. આ ગુનેગારો માનસિક રીતે બીમાર છે અને સહેજ ઈશારામાં કોઈની પણ હત્યા કરી શકે છે.

‘ભાજપ હારનો બદલો આ રીતે લેશે?’
સૌરભે વધુમાં કહ્યું, “અમે ભાજપના રાજકીય હરીફ છીએ. પણ શું રાજકારણમાં આ પ્રકારની દુશ્મની થાય છે? દિલ્હીમાં ભાજપ અમને હરાવી શક્યું નથી. શું વડાપ્રધાન આ રીતે આ હારનો બદલો લેશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર મામલે મૌન કેમ સેવી રહ્યા છે? અત્યારે ષડયંત્ર ટોચના નેતાઓની હત્યા સુધી પહોંચી ગયું છે. આ એક ખતરનાક સંકેત છે, અમે તેની નિંદા કરીએ છીએ.’

તેમણે કહ્યું, મનીષ સિસોદિયાને કોર્ટના આદેશથી વિપશ્યના સેલમાં રાખવાના હતા, પરંતુ તેમને આવા ખતરનાક ગુનેગારો સાથે કેમ રાખવામાં આવી રહ્યા છે. આજે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન આપણી વચ્ચે નથી, પણ ચિંતા એ પણ છે કે શું કેન્દ્ર સરકાર પણ રાજકીય હત્યાઓ કરશે?’ આ સિવાય AAP સાંસદ સંજય સિંહે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું.

ADVERTISEMENT

સંજય સિંહને લગાવ્યા આરોપ
સાંસદ સંજયસિંહે આરોપ લગાવ્યો છે કે, દારૂ કૌભાંડમાં ન તો માથું છે કે નથી પગ. આમ છતાં મનીષ સિસોદિયાના ઘર, ગામ, બેંક પર દરોડા પાડવામાં આવ્યા હતા. પરંતુ કંઈ મળ્યું ન હતું. બે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે પરંતુ મનીષ સિસોદિયાનું નામ નથી. મનીષ સિસોદિયા મુખ્ય કાવતરાખોર બને છે અને તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. મનીષ સિસોદિયાને ભયજનક કેદીઓને જેલમાં રાખીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

સંજય સિંહે વધુમાં કહ્યું કે, ‘કર્ણાટકમાં બીજેપી ધારાસભ્યના પુત્રના ઘરેથી 8 કરોડની રોકડ મળી આવી હતી. પરંતુ ED અને CBI ત્યાં પહોંચી શક્યા ન હતા. પછી ભાજપના ધારાસભ્યના પુત્રને જામીન મળે છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે જો તમે અને તમારી પાર્ટી આટલી નફરતથી ભરેલી હોય તો વડાપ્રધાને એવો નિયમ બનાવવો જોઈએ કે ED અને CBI મૃતકોની પણ પૂછપરછ કરે. ED અને CBIને કબરો ખોદવામાં સામેલ કરો અને મૃતકોને લાકડીઓ વડે માર મારીને પૂછપરછ કરો.

ADVERTISEMENT

સંજય સિંહે કહ્યું કે, લાલુ યાદવ 7 મહિનાની સારવાર બાદ પરત ફર્યા, તેઓ કિડનીની બિમારીથી પીડિત છે. પરાકાષ્ઠા જુઓ લાલુ યાદવના ઘરે પૂછપરછ માટે પહોંચ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT