આમ આદમી પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક, મુખ્યમંત્રી ચહેરા સાથે લડશે ચૂંટણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતની ચૂંટણીમાં દરરોજ નવા નવા દાવપેચ સામે આવી રહ્યા છે. ગુજરાતણા રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ તેમનું ફોકસ ગુજરાત પર છે. આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાત માટે મુખ્યમંત્રીનો ચેહરો પણ જાહેર કરશે.

CM ચહેરા સાથે ચૂંટણી લડશે
ગુજરાતમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ 7 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પંજાબની જેમ મુખ્યમંત્રીનો ચેહરો પણ પસંદ કરી લેશે. પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાને મેદાનમાં ઉતારશે. જોકે મુખ્યમંત્રી ચેહરા માટે આમ આદમી પાર્ટી જનતા પાસેથી સૂચનો માંગવી શકે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આક્રમક રીતે લડી રહી છે. એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે ત્યારે તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. ગુજરાતમાં સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવશે. આ દરમિયાન આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા માટે અભિયાન ચલાવશે અને લોકો પાસેથી સૂચનો માંગી શકે છે.

ADVERTISEMENT

જનતા નક્કી કરશે ચેહરો
ચૂંટણી જાહેર થયા બાદ AAP CM ચહેરા સાથે પ્રચાર કરશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP સર્વે કરશે અને ગુજરાતના લોકો પાસેથી સૂચનો માંગશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિફોન દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવશે અને સીએમ ચહેરા માટે ઓપીનિયન પોલ કરવામાં આવશે. ગ્રાઉન્ડ સર્વે પણ કરવામાં આવશે તેમ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP પંજાબની જેમ ગુજરાતમાં પણ ચૂંટણી લડવા માંગે છે. પંજાબમાં AAPએ CM ચહેરાને ભગવંત માન તરીકે જાહેર કર્યો હતો અને તેથી જ ગુજરાતમાં ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવશે અને જનતા સીએમ ચહેરો નક્કી કરશે.

સી એમની રેસમાં જાણો કોણ છે
આજે અરવિંદ કેજરીવાલ આ જ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભીમાભાઇ ચૌધરી જેવા અનેક નેતાઓને મુખ્યમંત્રીની રેસમાં હોઇ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT