કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા જજ પર યુવકનો હુમલો, માર્શલના ખભાનું હાડકુ ભાંગી ગયું
US judge Attacked By Man : સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા જજ…
ADVERTISEMENT
US judge Attacked By Man : સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા જજ પર હુમલો કરતા જોઇ શકાય છે.
Viral News : અમેરિકાના નેવાડા રાજ્યમાં આવેલી એક કોર્ટમાં ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિ સુનાવણી દરમિયાન મહિલા જજ પર જ હુમલો કરી દીધોહ તો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
ADVERTISEMENT
Man assaults judge in Las Vegas after probation request denied. pic.twitter.com/Vw5emstedD
— Great Clips (@Altaynova) January 3, 2024
જજ દ્વારા સજા અપાય તે પહેલા જ યુવકનો હુમલો
ABC ન્યૂઝના અહેવાલ અનુસાર ઘટના અમેરિકાના લાસ વેગાસના નેવાદા કોર્ટની છે. જ્યાં મહિલા જજ આરોપી વ્યક્તિ વિરુદ્ધ સજાની સુનાવણી કરી રહ્યા હતા. આ વાતથી નારાજ થઇને આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો, આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થયો હતો. મહિલા જજ ખુબ જ અનુભવી અને સીનિયર છે. તેઓનો 27 વર્ષનો અનુભવ છે.
ખુરશી પરથી નીચે પટકાયા જજ
રિપોર્ટ અનુસાર કોર્ટના અધિકારીઓએ કહ્યું કે, હુમલાના કારણે મહિલા જજ મેરીને હોલ્થસ પોતાની ખુરશી પરથી નીચે પટકાયા હતા. તેમને સામાન્ય ઇજાઓ થઇ હતી. તેમને હાલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહિલા જજનો બચાવવા જતા કોર્ટમાં રહેતા કોર્ટ માર્શલને વધારે ઇજા પહોંચી છે. તેની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
માર્શલના માથાકામાં ગંભીર ઇજા પહોંચી છે. તેના માથામાંથી લોહી નિકળ્યું હતું. આ ઉપરાંત તેના ખભાનું હાડકુ પણ ભાંગી ગયું છે. જો કે હુમલો કરનાર વ્યક્તિને કોર્ટ રૂમમાં હાજર લોકોએ ધોલાઇ કરી હતી.
ADVERTISEMENT
પહેલા પણ બેઝબોલના બેટથી હુમલો કરી ચુક્યો છે
મહિલા જજ પર હુમલો કરનારા વ્યક્તિની ઓળખ 30 વર્ષીય દેવબરા ડેલોન રેડ્ડેન તરીકે થઇ છે. ડેલોનની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવાયો છે. ચીફ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટોર્ની રિચર્ડ સ્કોએ આ ઘટના અંગે કહ્યું કે, આ એટલું ઝડપથી થયું કે કોઇ કાંઇ સમજી શક્યા નહોતા. રિપોર્ટ અનુસાર ડેલોને આ અગાઉ બેસબોલના બેટથી હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાઇ હતી.
ADVERTISEMENT