ઘરે ઘરે તલવાર જરૂરી: એ તમારી 1 છોકરી ફસાવે તો તમે તેની 10 ફસાવો- મુથાલિક
બેંગ્લુરૂ: કર્ણાટકમાં વારંવાર વિવાદોમાં ઘેરાયેલા શ્રીરામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે લવ જેહાદના બદલો લેવા માટે હિંદુ યુવકોને મુસ્લિમ યુવતીઓને ફસાવવા માટે આહ્વાન કર્યું હતું. મુથાલિકે…
ADVERTISEMENT
બેંગ્લુરૂ: કર્ણાટકમાં વારંવાર વિવાદોમાં ઘેરાયેલા શ્રીરામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે લવ જેહાદના બદલો લેવા માટે હિંદુ યુવકોને મુસ્લિમ યુવતીઓને ફસાવવા માટે આહ્વાન કર્યું હતું. મુથાલિકે આવુ કરનારાઓને સુરક્ષા અને રોજગાર આપવાની ખાતરી પણઆપી હતી. કર્ણાટકના બાગલકોટમાં લોકોની ભીડમાં ભાષણ આપતા પ્રમોદ મુથાલિકે કહ્યું કે, સ્થિતિ આજે પણ એવી જ છે. લવ જેહાદમાં આપણી દિકરીઓનું શોષણ થાય છે. સમગ્ર દેશમાં હજારો છોકરીઓને પ્રેમના નામે છેતરવામાં આવે છે તેમને ચેતવણી આપવી જોઇએ.
છોકરીઓને લલચાવવા અને ફોસલાવવાનું અમને પણ આવડે છે
મીડિયા રિપોર્ટ અનુસાર પ્રમોદ મુથાલિકે કહ્યું કે, છોકરીઓને કેવી રીતે લલચાવવીએ અમે પણ જાણીએ છીએ. હું પોતે નથી જાણતો હું અહીના યુવાનોને આહ્વાન કરૂ છું. જો આપણી એક છોકરી જાય તો તેમની 10 છોકરીઓને ફસાવો. જો તમે આવું કરો તો શ્રીરામ સેના તમારી જવાબદારી લેશે અને તમામ પ્રકારની સુરક્ષા અને રોજગાર પણ આપશે. પ્રમોદ મુથાલિક કટ્ટરદક્ષિણપંથી સંગઠન ચલાવે છે અને ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે માધ્યમોમાં છવાયેલા રહે છે.
કર્ણાટક ચૂંટણીમાં ભાજપના નેતાઓને મત્ત નહી આપવા અપીલ
શ્રીરામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે થોડા મહિનાઓ અગાઉ જ કહ્યું હતું કે, તેઓ 25 કટ્ટપંથી હિન્દુવાદીઓ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડશે. મુથાલિકે એવો પણ દાવો કર્યો કે, ચૂંટણી લડવાનો વાસ્તવિક હેતું હિંદુઓની સુરક્ષા કરવાનો છે. સત્તાધારી ભાજપ પર આરોપ લગાવ્યો કે, માત્ર હિન્દુઓના સમર્થનથી સત્તામાં આવેલા ભાજપ હિન્દુ સમુદાય અને હિન્દુત્વની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. જે લોકો ભાજપમાંથી ચૂંટણી જીતે છે તેઓ ખાસ કંઇ કરી શકતા નથી. જેથી કર્ણાટકમાં કટ્ટરપંથી હિન્દુવાદીઓએ 2023 ની વિધાનસભા લડવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT