સુરતમાં અજીબ કિસ્સો આવ્યો સામે, જુડવા ભાઈના ધોરણ 10ના પરિણામ પણ સરખા!
સુરત: ગુજરાત બોર્ડે આજે ધોરણ 10નું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સમગ્ર રાજયમાં ધોરણ 10ની પરીક્ષાનું કુલ 64.62 % રિઝલ્ટ આવ્યું છે.…
ADVERTISEMENT
સુરત: ગુજરાત બોર્ડે આજે ધોરણ 10નું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સમગ્ર રાજયમાં ધોરણ 10ની પરીક્ષાનું કુલ 64.62 % રિઝલ્ટ આવ્યું છે. રાજ્યમાં સૌથી વધારે સુરત જિલ્લાનું પરિણામ આવ્યું છે. ત્યારે સુરતમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જુડવા ભાઈના પરિણામ પણ સરખા આવ્યા એક માર્કનો પણ ફેરફાર થયો નથી.
સુરતસુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના રુદ્ર સફળિયા અને રુત્વ સફળિયા નામના બે જુડવા ભાઈઓ 95.50- 95.50 માર્ક્સ લાવ્યાં છે. આ બંને ભાઈ દેખાવમાં સરખા છે ત્યારે બંનેના પરિણામ પણ સરખા આવતા કુતૂહલ સર્જાયું છે. બન્નેનું પરિણામ તો સારું છે જ પરંતુ જોવાની વાત એ છે કે બન્નેએ એક સરખા માર્ક્સ પણ મેળવ્યાં. ડે અભ્યાસ કરવા સાથે એકબીજાના ડાઉટ સોલ્વ કરતાં હોય આજે બંનેનું પરિણામ એક સરખું જ આવ્યું છે.
જુડવા ભાઈના પરિણામ પણ જુડવા
સુરતના સફળિયા રુદ્રએ 95.50 ટકા સાથે 600 માર્કસમાંથી 570 મેળવ્યા છે. આ સાથે સફળિયા રુત્વએ પણ 95.50 ટકા સાથે 600 માર્કસમાંથી 570 માર્કસ મેળવ્યા છે. આ તરફ એક સરખુ આવતા પરિવાર સાથે શાળામાં ખુશીનો માહોલ છે.
ADVERTISEMENT
રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ
રાજ્યમાં આ વર્ષે કુલ 7.34 લાખ નિયમિત વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી. જેમાંથી આ વર્ષે 6111 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. તો સતત બીજા વર્ષે સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે, તો દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ આવ્યું છે.
ADVERTISEMENT