કાલે BJP ના નેતૃત્વમાં NDA નું શક્તિપ્રદર્શન, 38 પાર્ટીઓ કાર્યક્રમમાં જોડાશે
BJP Alliance Meeting : ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ જણાવ્યું કે, કાલે એનડીએની બેઠક છે. જેમાં 38 પાર્ટીઓ આવશે. 9 વર્ષમાં એનડીએની વ્યાપકતા વધી છે. વિકાસના…
ADVERTISEMENT
BJP Alliance Meeting : ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ જણાવ્યું કે, કાલે એનડીએની બેઠક છે. જેમાં 38 પાર્ટીઓ આવશે. 9 વર્ષમાં એનડીએની વ્યાપકતા વધી છે. વિકાસના એજન્ડાને પુર્ણ કરવા માટે પોલિટિકલ પાર્ટીઓ બેઠકમાં ભાગ લઇ રહી છે. એનડીએના પ્રત્યે ઉત્સાહ સાથે પાર્ટીઓ આવી રહી છે.
NDA Meeting અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, અમારા 28 સહયોગીઓ કાલે યોજાનારી એનડીએ બેઠકમાં ભાગ લેશે. આ અંગેની પૃષ્ટી વિવિધ દળના નેતાઓ દ્વારા કરવામાં આવી છે. આવતી કાલની બેઠકમાં આ તમામ દળો ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસ દ્વારા પોતાના 26 સાથી સંગઠનો સાથે બેંગ્લુરૂમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવતી કાલે ભાજપ દ્વારા પણ પોતાના તમામ 38 સહયોગી સંગઠન સાથે શક્તિપ્રદર્શન કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT