વિદેશની ધરતીથી સરકારને પૂછાયો સવાલ, ”જૈનો સાથે જ અન્યાય કેમ ?”

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની,  નવસારી:  પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર ઠેર રેલી યોજાઈ રહી છે. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આક્રોશને પગલે પાલીતાણા ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે, સરકારે સ્પેશિયલ પોલીસ ટીમ બનાવાઈ છે. ત્યારે હવે જૈન સમાજનો આ આક્રોશ કેનેડા સુધી પહોંચ્યો છે. કેનેડાથી જૈન સમાજના અગ્રણીએ સરકાર સામે સવાલો કર્યા છે. કહ્યું કે, જૈનો સાથે જ અન્યાય કેમ ?

ગુજરાતમાં ઠેર ઠેર જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ વિવાદ હવે ભારત બહાર પહોંચ્યો છે. કેનેડામાં વસતા  હેમંત શાહએ વિડીયો શેર કરતાં સરકાર સામે સવાલો કર્યા છે.  પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર જે તોડફોડ થઈ તેના પડઘા ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર દેશમાં પડ્યાં છે. અને હવે આ ઘટનાનો ઉકળતો ચરુ છેક વિદેશની ધરતી સુધી પહોંચ્યો છે. કેનેડામાં જૈન સમાજના અગ્રણીએ પણ આ ઘટના મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. હેમંત શાહ નામના એક જૈન અગ્રણીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યાં છે, કે ભારતીય હોવાનો મને ગર્વ છે સાથે-સાથે જૈન હોવાનો પણ એટલો જ ગર્વ છે. જૈન કુળમાં જન્મ લીધો તેનો પણ ગર્વ છે. આજે ભારતમાં જે જૈનતીર્થોમાં જે થઈ રહ્યું છે તે ખરેખર એક આક્રોશ પેદા કરે છે. જૈનોના તીર્થસ્થળ ભાવનગરની બાજુમાં પાલીતાણા, ઝારખંડ અને જૂનાગઢ ગીરનાર આ ત્રણ મુખ્ય સ્થળ છે. બાકી તો ઘણા છે. પણ પાલીતાણામાં સમ્મેદ શીખર પર જે થઈ રહ્યું છે આક્રોશ પેદા કરે છે. મારે દિલ્હી સરકાર કે રાજ્ય સરકારને એક જ વિનંતી કરવી છે અને એક સવાલ પૂછવો છે કે, જૈનોને આ અન્યાય શું કામ ? ભારતના બીજા રાજ્યોમાં અન્ય ઘણા ધર્મોના તીર્થસ્થળો છે. એમના માટે તમે ઘણુ કરો છે. સ્ટેટ્સ આપો છો.તો જૈનો સાથે જ અન્યાય કેમ.. આમ પણ જૈન સમુદાય માઈનોરિટીમાં છે.જ્યારે પણ દેશ અને ગુજરાતને જરુર પડી જૈન સમુદાય હંમેશા પડખે ઉભો રહ્યો છે. જો કોઈ મને આ અન્યાયનો જવાબ આપી શકે તો. એટલે જ અમે જૈન લોકોએ એક થવાની ફરજ પડી છે. જેથી અમને ન્યાય મળી શકે. વર્ષો પહેલા સાધુઓએ કહ્યું હતું, કે આવુ થશે ત્યારે ઈગ્નોર કરવામાં આવ્યું હતું. જો હવે એ વખતે ધ્યાનમાં નથી લેવાયું તો અત્યારે બધા સાથે મળી અને આ સમસ્યા સામે લડીશું આ નહીં ચલાવી લેવાય.

અહી થી થઈ હતી વિવાદની શરૂઆત 
પાલિતાણામાં રોહીશાળા ખાતે આદિનાથ પ્રભુના પગલાની તોડફોડ સામે આવી હતી. ત્યારબાદ શેત્રુંજય પર્વત પર CCTV કેમેરા અને બોર્ડની અસામાજીક તેમજ માથાભારે તત્વો દ્વારા તોડફોડ કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. જેનો સમગ્ર રાજ્યમાં જૈન સમાજ સહિત અન્ય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજની લાગણી દુભાઈ હતી. ત્યારે રાજ્યભરમાં વિરોધ થયો હતો અને રેલી યોજી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT