સાધુ બનીને આવ્યા, મંદિરનો રસ્તો પૂછ્યો અને પછી પોલીસને જ લૂંટી લીધી

ADVERTISEMENT

Robbery Incident With Policeman
ચોંકાવનારો બનાવ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મધ્યપ્રદેશના ઈન્દોરમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના

point

પોલીસકર્મી બન્યા લૂંટારાઓનો શિકાર

point

સાધુના વેશમાં લૂંટરાઓએ પોલીસકર્મીને લૂંટી લીધા

Indore Shocking Robbery Incident With Policeman: મધ્યપ્રદેશના ઈન્દોરથી લૂંટની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં લૂંટારાઓનો શિકાર કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ પોસ્ટેડ પોલીસકર્મી બન્યા છે. સાધુના વેશમાં આવેલા કેટલાક લૂંટારાઓએ પહેલા પોલીસકર્મીને મંદિરનો રસ્તો પૂછ્યો. જે બાદ આ ટોળકીએ પોલીસની ઘડિયાળ અને સોનાની ચેઈન લૂંટી લીધી. પીડિત પોલીસકર્મીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસની ટીમે લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. 

કારમાં સાધુના વેશમાં આવ્યા લૂંટારુંઓ

આ મામલો ઈન્દોરના એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. લૂંટારુઓનો ભોગ બનેલા પોલીસકર્મી ગોપાલ બાર્ડેએ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું કે દરરોજની જેમ તેઓ શિક્ષક નગર ખાતે આવેલા રોડ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા. આ દરમિયાન એક કારમાં કેટલાક લોકો આવ્યા હતા, જેઓ સાધુના વેશમાં હતા. તેઓએ ગોપાલ બાર્ડેને નજીકના મંદિરનો રસ્તો પૂછ્યો હતો. 

રસ્તો પૂછવાના બહાને ચલાવી લૂંટ

પોલીસકર્મી ગોપાલ બાર્ડેએ જણાવ્યું કે, આ દરમિયાન આ સાધુઓએ તેમના હાથમાં પહેરેલી ઘડિયાળ માંગી, આ દરમિયાન કારની પાછળની સીટ પર બેઠેલા એક વ્યક્તિએ ઘડિયાળ પર ધૂમાડો કરીને જાદુ કર્યું. આ પછી તેમણે આશીર્વાદ લેવા માટે કહ્યું, ગોપાલ બાર્ડે આશીર્વાદ લેવા માટે કારની બારી તરફ ગરદન ઝુકાવીને તરત જ તેમના ગળામાંથી સોનાની ચેન કાઢી લીધી અને તેમના હાથમાં આશીર્વાદના નામે રુદ્રાક્ષ મૂક્યો. આ પછી તેઓ તરત જ ફરાર થઈ ગયા. 

ADVERTISEMENT

પોલીસે તપાસ હાથ ધરી

જ્યારે તેમને આ લૂંટની ખબર પડી, પછી તેમણે એરોડ્રોમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આરોપીઓને શોધવા માટે એક ટીમ તૈનાત કરી છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT