મનોજ ઝાની એક કવિતા અને બિહારના બ્રાહ્મણો-રાજપુતો સામસામે, બિહારમાં સ્થિતિ તંગ

ADVERTISEMENT

Thakuro ka kuwa
Thakuro ka kuwa
social share
google news

નવી દિલ્હી : RJD સાંસદ મનોજ ઝાની કવિતા પર હાલ હોબાળો મચ્યો છે. તેમણે રાજ્યસભામાં ઠાકુરનો કુવા કવિતા વાંચી હતી. હવે આ મામલે ઠાકુર અને બ્રાહ્મણ નેતાઓ સામસામે આવી ગયા છે. આંકડાઓ જણાવે છે કે, 2020 ની વિધાનસભા ચૂંટણીમાં 55 ટકા રાજપુ તઅને 52 ટકા બ્રાહ્મણોએ NDA ને મત આપ્યા હતા.

લોકસભાની ચૂંટણીને ગણત્રીના દિવસો બાકી છે

લોકસભા ચૂંટણીમાં ગણત્રીના દિવસ બાકી છે, પરંતુ ચૂંટણી પહેલા મુદ્દાઓનો માંઝો લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ એક નવો મુદ્દો ઉછળ્યો છે. આ મુદ્દો જાતિનો છે જે અંગે ઠાકુર અને બ્રાહ્મણ નેતા સામસામે છે. અત્રે ઉલ્લેખીય છે કે, 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં આરજેડીના સાંસદ મનોજ ઝાએ ઓમપ્રકાશ વાલ્મીકિની એક કવિતા વાંચી, આ કવિતાનું નામ હતું ઠાકુર નો કુવો, મનોજ ઝાના કવિવા વાંચ્યાના એક અઠવાડીયા બાદ તેને મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે.

બ્રાહ્મણ નેતાએ ઠાકુર નેતાનું અપમાન કર્યું હોવાનો પ્રચાર

આરજેડીનાં જ ઠાકુર નેતા કહી રહ્યા છે કે, મનોજ ઝા બ્રાહ્મણ છે અને તેમણે ઠાકુરોનું અપમાન કર્યું છે. જેડીયુનાં નેતા પણ મનોજ ઝા પર જોરદાર પ્રહાર કરી રહ્યા છે. ઓમ પ્રકાશ વાલ્મિકીની આ કવિતાને વાંચતા સમયે મનોજ ઝાએ પણ નહી વિચાર્યું હોય કે, બિહારના ઠાકુરોના ભવા ચડી જશે, મુછો પર તાવ અને માથા પર તણાવ આવી જશે.

ADVERTISEMENT

મનોઝ ઝા પોતે બ્રાહ્મણ છે

મનોજ ઝા જે પોતે બ્રાહ્મણ છે, તેમણે કવિતા વાંચી ઠાકુરોની ટિકા કરતી હોય તેવા તે અંગે બિહારના ઠાકુરો હવે વિફર્યા છે. તેમણે મનોજ ઝા પણ આ વાતથી બેખબર હશે કે તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવશે અને સમગ્ર મામલાનો અર્થ જ બદલાઇ જશે.

પોતાની જ પાર્ટીના નિશાન પર છે મનોજ ઝા

હવે મનોજ ઝા પોતે પોતાની જ પાર્ટી આરજેડીના નેતાના નિશાને ચડ્યા છે. આરજેડી ધારાસભ્ય ચેતન આનંદે કહ્યું કે, અમે ખુબ જ આઘાતમાં છીએ. અમે હો તો મનોજ ઝાને આવું બોલવા જ ન દીધું હોત અને ત્યાં જ ધરણા કરી નાખ્યા હોત. અમે આ બધુ સહન નહી કરીએ. બીજી તરફ ચેતન આનંદના પિતા અને પૂર્વ સાંસદ આનંદ મોહને કહ્યું કે, ઝાજીએ ઠાકુરોને બદનામ કરતી કવિતા કેમ વાંચી. જો કે નેતાઓના નિવેદનો જે હોય તે પાર્ટી તરીકે RJD મનોજ ઝાની સાથે ઉભેલી છે. મનોજની સ્પીચને RJD ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે રાજ્યસભા સાંસદ પ્રોફેસર ડોક્ટર મનોજ ઝાએ સંસદના વિશેષ સત્ર દરમિયાન શક્તિશાળી, શાનદાર અને જીવંત ભાષણ આપ્યું છે.

ADVERTISEMENT

માત્ર આરજેડી જ નહી સમગ્ર બિહારના ઠાકુર નેતાઓ વિરુદ્ધ

વિરોધ માત્ર આરજેડી પુરતો સીમિત નથી. ભાજપે ઠાકુર ધારાસભ્ય પણ નારાજ હતા. ધારાસભ્ય નીરજ કુમાર બબ્લૂ બોલ્યા કે જો તેઓ ધારાસભ્યના સ્થાને રાજ્યસભા સાંસદ હોય અને રાજ્યસભામાં હાજર હોત તો મનોજ ઝાનું મોઢુ તોડી નાખત. એટલું જ નહી જેડીયુનાં MLC સંજયસિંહે તો તેમ પણ કહ્યું કે, ક્ષત્રિય ગર્દન કપાવી પણ શકે છે અને કાપી પણ શકે છે. માટે સમજી વિચારીને નિવેદનો આપવા જોઇએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT