MUMBAI ખેડૂતે અધિકારીઓથી ત્રાસીને જમીનમાં પોતાનો આખો દેહ દાટી દીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : મહારાષ્ટ્રમાં વિરોધની એક વિચિત્ર ઘટના સામે આવી છે. કર્મવીર દાદાસાહેબ ગાયકવાડ સબલીકરણ સ્વાભિમાન યોજના દ્વારા મળેલી માંગણી પર કબ્જો કરવાની માંગણી કરી રહ્યા છે. ઓરંગાબાદના જાલના જિલ્લાના મંઠા તાલુકા ગામના રહેવાસી ખેડૂતે પોતે જ જમીનમાં પોતાનો આખો દેહ દાટી દીધો હતો. આ ઘટના બાદથી જ સમગ્ર વિસ્તારમાં તેઓ ચર્ચાનો વિષય બનેલા છે.

ખેડૂત સુનિલ જાધવને સરકારે જમીન આપી પણ અધિકારીઓ નથી આપતા
ખેડુત સુનીલ જાધવ નામના ખેડૂતની માત્રા અને તેમના માસીને કર્મવીર દાદાસાહેબ ગાયવકવાડ સબલીકરણ સ્વાભિમાન યોજના હેઠળ 1 હેક્ટર 35 આર જમીન જમીન પ્રાપ્ત થઇ હતી. આ જમીનને પ્રાપ્ત કરવા માટે તેમણે વિરોધની અનોખી પદ્ધતી અપનાવી. સુનિલ જાધવ સરકારી કાર્યાલયને ચક્કર કાપીને થાકી ચુક્યા હતા. તેનાથી પરેશાન થઇને તેમણે પોતે જમીનમાં દટાઇ જવાનું મુનસીબ માન્યું હતું.

કર્મવીર દાદા સાહેબ ગાયકવાડ સબલીકરણ સ્વાભિમાન યોજના હેઠળ જમીન મળી
સુનિલ જાધવે જણાવ્યું કે, તેમની માતા કૌશલ્યાબાઇ પાંડુરંગ જાધવ અને માસી નંદાબાઇ કિશન સદાવર્તેને વર્ષ 2019 માં કર્મવીરદાદાસાહેબ ગાયકવાડ સબલીકરણ સ્વાભિમાન યોજના અંતર્ગત 1 હેક્ટર 35 આર જમીન પ્રાપ્ત થઇ હતી. જમીનનો કબજો મેળવવા માટે ખેડૂત સુનિલ જાધવ ગત્ત 4 વર્ષથી તાલુકા તથા સંબંધિત સરકારી કાર્યાલયના ચક્કર મારી રહ્યા હતા.જો કે તેમ છતા પણ ન્યાય નહી મળતા આખરે પોતે જ ખાડો ખોદીને તેમાં પોતાનુ આખુ ધડ દાટી દીધું હતું. જ્યાં સુધી જમીનનો કબજો તેમને નહી મળે ત્યાં સુધી તેઓ જમીનમાં જ દટાયેલા રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT