કોરોના કરતા ખતરનાક રોગ આવી રહ્યો છે! વિશ્વપ્રસિદ્ધ ચીની વૈજ્ઞાનિકનો ચોંકાવનારો દાવો

ADVERTISEMENT

Corona will be more harmfull
Corona will be more harmfull
social share
google news

નવી દિલ્હી : ચીનના વુહાન લેબમાં રહેલા વૈજ્ઞાનિક જુડી ઝોંગલીનું કહેવું છે કે, વિશ્વમાં કોરોના જેવી એક વધારે મહામારીની આગાહી કરી છે. આ મહામારીથી બચવા માટે અત્યારથી તૈયારીઓ કરવી જોઇએ તેવી અપીલ પણ કરાઇ છે. આ દાવો નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે. કારણ કે કોરોના વાયરસ પહેલા 2003 માં સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિંડ્રોમ (SARS) અને કોવિડ-19 જેવી મોટી મહામારીનું કારણ રહી ચુક્યું છે.

ભવિષ્યમાં કોરોના વધારે મજબુતી સાથે આવશે

ચીનના ખ્યાતનામ વાયરોલોજિસ્ટે કોરોના અંગે એકવાર ફરીથી ચેતવણી આપી છે. વાયરોલોજિસ્ટ શી ઝેંગલીએ કહ્યું કે, ભવિષ્યમાં કોરોનાની એક વધારે લહેરની પ્રબળ સંભાવના છે. ઝોંગલીને ચીનમાં બૈટવુમેનના નામે પણ ઓળખે છે. ચીનની વુહાન લેબ સાથે જોડાયેલી ઝોંગલીનું કહેવું છે કે, વિશ્વમાં કોરોના જેવી એક મહામારી આવવાની છે. આ મહામારીથી બચાવ માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. આ દાવો તેમની નિષ્ણાંતો પર આધારિત છે કારણ કે કોરોના વાયરસ પહેલા 2003 સીવિયર એક્યુટ રેસ્પિરેટરવી સિંડ્રોમ (SARS) અને કોવિડ-19 મહામારી જેવી મોટી મહામારીનું કારણ રહી ચુક્યું છે.

ચીનના બેટવુમન કહેવાય છે શી ઝોંગલીએ

શી ઝોંગલીએ જાનવરોથી માણસોમાં વિશેષ રીતે બેટ (ચામાચીડિયા) થી માણસોને પહોંચનારા વાયરસના ક્ષેત્રમાં ઉંડો અભ્યાસ કર્યો છે, જેના કારણે તેમને ચીનની બેટવુમન પણ કહેવામાં આવે છે. શીએ ચેતવણી આપી કે, વિશ્વને કોવિડ-19 જેવી એક અને મહામારી માટે તૈયાર રહેવું જોઇએ.

ADVERTISEMENT

સ્ટડીમાં શું દાવો કરવામાં આવ્યો છે?

શીએ સ્ટડી પેપરમાં કહ્યું કે, એ વાતની સંપુર્ણ શક્યતા છે કે, ભવિષ્યમાં અમે કોરોના જેવી એક મહામારીનો દંશ સહન કરવો પડી શકે છે. ઝોંગલી અને તેમની ટીમે 40 કેટેગરી પર આ સંશોધન કર્યું છે. જેમાં તેમણે 40 અલગ અલગ કોરોના પ્રજાતિઓનું મુલ્યાંતન કર્યું. ત્યાર બાદ માહિતી મળી કે તેમાંથી અડધી પ્રજાતિઓ અત્યાધિક જોખમ ભરેલી છે. તેમાંછી 6 પહેલા જ માણસોમાં બિમારીઓ પેદા કરી ચુક્યા છે. તણે પશુઓને સંક્રમિત કર્યા છે.

શી ઝોંગલીનો દાવો વિવિધ વિશ્લેષણ પર આધારિત

શી ઝોંગલીનો દાવો અલગ અલગ વાયરલ વિશ્લેષણ પર આધારિત છે, જેમાં વસ્તી, આનુવાંશિક વિવિધતા અને જૂનોટિક ટ્રાન્સમિશનનો ઇતિહાસ (જાનવરોથી માણસમાં ફેલાતી બિમારીઓ) સમાવેશ થાય છે. જો કે ઝોંગલીએ આ સંશોધન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક અમેરિકી નેતાઓને શંકા છે કે, કોવિડ-19 વુહાન ઇંસ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં રિસાવના કારણે ફેલાયું હતું, જ્યાં તેઓ કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT