સાવધાન! ઠગબાજો લાવ્યા નવી ટ્રિક, ન આવ્યો કોઈ કૉલ કે કોઈ લિંક છતાં ખાતામાંથી ઉપડી ગયા 18 લાખ રૂપિયા
સાયબર ફ્રોડના નવા-નવા કેસો દરરોજ સામે આવી રહ્યા છે. સાયબર ઠગોએ હવે કોઈ વ્યક્તિને નહીં પરંતુ એક કંપનીને જ ચૂનો લગાવ્યો છે. વાસ્તવમાં સિમ સ્વાઈપની…
ADVERTISEMENT
સાયબર ફ્રોડના નવા-નવા કેસો દરરોજ સામે આવી રહ્યા છે. સાયબર ઠગોએ હવે કોઈ વ્યક્તિને નહીં પરંતુ એક કંપનીને જ ચૂનો લગાવ્યો છે. વાસ્તવમાં સિમ સ્વાઈપની મદદથી એક સ્કેમર્સે કંપનીના બેંક એકાઉન્ટમાંથી 18.75 લાખ ઉપાડી લીધા. ચાલો જાણીએ તેના વિશે…
18.75 લાખ રૂપિયા ઉપાડ્યા
વાસ્તવમાં, નવી મુંબઈ પોલીસે સાયબર સ્કેમના એક નવા કેસનો ખુલાસો કર્યો છે. આ સાયબર ફ્રોડમાં ઠગે ખૂબ જ ચતુરાઈથી એક કંપનીના બેંક એકાઉન્ટનું એક્સેસ મેળવી લીધું અને ફટાફટ 18.75 લાખ રૂપિયા ઉપાડી લીધા. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, હેકર્સે વેબસાઈટ પર કોર્પોરેટ લોગીન કર્યું અને 18.75 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ પછી કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી.
SIM Swapથી આચરી છેતરપિંડી
વાસ્તવમાં, આ સિમ સ્વેપનો મામલો છે, જેમાં સ્કેમર્સે કોઈ ટ્રિકનો ઉપયોગ કરીને કંપનીના બેંક એકાઉન્ટ સાથે લિંક મોબાઈલ નંબરને ટાર્ગેટ કર્યો. ત્યારબાદ તે નંબર પર આવતા OTPનું એક્સેસ લઈ લીધું.
ADVERTISEMENT
ઓરિજનલ ફોનથી સિમ ડિએક્ટીવેટ
આ કિસ્સામાં જે વ્યક્તિ પાસે આ અસલી નંબર હતો, તેના ફોનમાં મેસેજ આવ્યો કે તેનું સિમ કાર્ડ ડિએક્ટિવેટ થઈ ગયું છે, પરંતુ તે આ મેસેજ જોઈ શક્યો નહતો. આ પછી ઠગોએ તેમના ફોન પર આ સિમ એક્ટિવેટ કર્યું અને બેંક ખાતાના OTPનું એક્સેસ લઈ લીઘું.
પોલીસે ઠગની કરી ધરપકડ
જ્યારે પોલીસે આ મામલાની તપાસ કરી ત્યારે તેમને જણવા મળ્યું કે જે વ્યક્તિના બેંક ખાતામાં રૂ.18 લાખ ટ્રાન્સફર થયા છે, તેણે પોતાની બેંક ડિટેલ્સ, ચેકબુક, એટીએમ પિન અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અન્ય વ્યક્તિ સાથે શેર કર્યો હતો, જે પશ્ચિમ બંગાળમાં રહે છે. આ પછી પોલીસે તે શખ્સનું લોકેશન ટ્રેક કર્યું અને તેની ધરપકડ કરી.
ADVERTISEMENT
ADVERTISEMENT