આઝમગઢમાંથી ISIS નો મોટો આતંકવાદી ઝડપાયો, 15 ઓગસ્ટે કરવાનો હતો વિસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : દેશમાં સ્વતત્રતા દિવસના પહેલા વિસ્ફોટનું કાવત્રું રચી રહેલા ISIS ના એક શંકાસ્પદ વ્યક્તિને ઉત્તરપ્રદેશના એટીએસની ટીમને આઝમગઢથી ઝડપી લીધો છે. શંકાસ્પદનું નામ સબાઉદ્દીન આઝમી છે જે, આઇએસઆઇએશના રિક્રૂટરના સીધા સંપર્કમાં હતો. યૂપી એટીએસના એક શંકાસ્પદ IED બનાવવાનો સામાન પણ મળી આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેની પુછપરછ માટે એટીએસ મુખ્યમથક ખાતે લાવવામાં આવ્યો છે.

ટેલિગ્રામ ચેનલ દ્વારા કરતો હતો પ્રચાર
મોબાઇલ ડેટાની તપાસ કરવામાં આવતા એક શંકાસ્પદ દ્વારા પ્રતિબધિત આતંકવાગી સંગઠન ISIS દ્વારા આતંકવાદ અને જેહાદ માટે મુસ્લિમ યુવકોનું બ્રેનવોશ કરવા માટે બનાવાયેલા ટેલીગ્રામ ચેનલ AL-SAQR MEDIA સાથે જોડાયેલા હોવાના પુરાવા મળ્યા છે. હાલના સમયમાં આરોપી સબાઉદ્દીન, AIMIM નો સભ્ય પણ છે.

યુપી એટીએસને મોટી સફળતા મળી
આ ધરપકડ યુપી એટીએસ માટે સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે. યુપી પોલીસના મહાનિર્દેશક અને અપર પોલીસ મહાનિર્દેશક, કાયદો વ્યવસ્થાના પર્યવેક્ષકમાં એટીએસ દ્વારા સ્વતંત્રતા દિવસની સંવેદનશીલતાને ધ્યાને રાખીને સતત રેડિકલ તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. આ ક્રમમાં UP એટીએસની સહયોગી એજન્સીને માહિતી મળી હતી કે, આઝમગઢમાં અમિલો મુબારકપુરમાં એક વ્યક્તિ, પોતાના સાથીઓના માધ્યમથી જેહાદી વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. આરોપ છે કે, તે લોકોને પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાવા માટે પ્રેરિત કરી રહ્યું હતું.

ADVERTISEMENT

બિલાલ કાશ્મીરના મુઝાહીદોના મુદ્દે બ્રેઇનવોશ કરતો
રિપોર્ટ્સ અનુસાર બિલાલ નામના વ્યક્તિ સાથે ફેસબુક પર જોડાયા બાદ બિલાલ સબાઉદ્દીન સાથે જેહાદ અને કાશ્મીરમાં મુજાહિદ્દો પર થઇ રહેલી કાર્યવાહી અંગે વાત કરતો હતો. વાતવાતમાં બિલાલે મુસા ઉર્ફે ખતાબ કાશ્મીરનો નંબર આવ્યો જે ISIS નો સભ્ય છે. જેના કારણે આરોપીની વાત થવા લાગી. કાશ્મીરમાં મુજાહિદો પર થઇ રહેલા જુલમનો બદલો લેવાની યોજના અંગે મુસાએ ISIS ના અબુ બકર અલ શામીનો નંબર આપ્યો જે હાલ સીરિયામાં છે. અબુ બકર અલ શામીના સંપર્કમા આવ્યા બાદ સબાઉદ્દીન ભારતમાં પણ ISIS જેવુ સંગઠન બનાવવા માટેની તૈયારી કરી રહ્યો હતો. આ ઉપરાંત તે IED બનાવવા જેવી ટ્રેનિંગ પણ લઇ રહ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT