ફકીરોનો લંડનમાં પણ ત્રાસ, આયેશા અલી નામની બાળકીની તેની જ માતાએ હત્યા કરી

Krutarth

ADVERTISEMENT

Lasbo woman case
Lasbo woman case
social share
google news

લંડન : લેસ્બિયન માંએ ગર્લફ્રેંડ સાથે મળીને પોતાની જ 8 વર્ષની પુત્રીની હત્યા કરી નાખી હતી. 29 ઓગસ્ટ 2013 ના દિવસે કિકી મુદ્દાર નામની મહિલાએ લંડનન પોલીસને ફોન કર્યો હતો. જણાવ્યું કે, તેના પાડોશમાં રહેતી પોલી ચૌધરીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે જ્યારે કિકી દ્વારા અપાયેલી માહિતીના સરનામાના સ્થળ પર પહોંચી તેના હોશ ઉડી ગયા હતા. પોલી પોતાના ઘરમાં રડી રહી હતી. નજીકમાં જ એક આત્મહત્યાનો ફંદો લટકેલો પડ્યો હતો. જે તેણે આત્મહત્યા કરવાના ઉદ્દેશ્યથી લગાવ્યો હતો.

બીજી તરફ જમીન પર એક બાળકની લાશ પડી હતી. જેના શરીર પર અંડરવિયર ઉપરાંત કંઇ પણ નહોતું. આ બાળકી બીજી કોઇ નહી પરંતુ પોલીની 8 વર્ષની પુત્રી આયેશા અલી હતી. તેના શરીર પર 50 થી વધારે ઇજાના નિશાન હતા. પોલીસે જ્યારે નજીકમાં જોયું તો પોલી દ્વારા લખાયેલી એક નોટ પણ મળી આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, આયેશાના મોતની જવાબદારી હું પોતે લઉ છું.

પોલીસે જ્યારે આ મામલે તપાસ શરૂ કરી તો માહિતી મળી કે આયેશાની મોતની જવાબદારી કોઇ અન્ય નહી પરંતુ તેની માં પોલી અને કિકી મુદ્દાર જ છે. અત્રે નોંધનીય છે કે, પોલીના લગ્ન થઇ ચુક્યા હતા. તેમ છતા પણ કિકી નામની મહિલા સાથે તેનું અફેર હતું. કિકી માટે તેણે પોતાના પતિને પણ છોડી દીધો હતો. જો કે કિકી અને પોલીનું અફેર હતું. જો કે બંન્નેની વચ્ચે ફિઝિકલ રિલેશન નહોતા. કિકી તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવવા માંગતી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

જેના માટે બંન્નેએ બે ફેક ફેસબુક આઇડી બનાવીને પોલીની સાથે મિત્રતા કરી. એક આઇડી જિમ્મી ચૌધરી નામથી બનાવી તો બીજી આઇડી સ્કાઇમેન નામથી બનાવી. જિમ્મી ચૌધરી બનીને તેણે પોલીનો પ્રેમના ઝાંસા ફસાયા અને કહ્યું કે, તમે જો મને મેળવવા માંગતી હોય તો કિકીની સાથે સંબંધ બનાવ.જ્યારે બીજી આઇડી સ્કાઇમેનથી પોલીને જણઆવ્યું કે, તે એક તાંત્રિક છે. તેણે પોલીને કહ્યું કે, તેની પુત્રી આયેશા અલી પર ભુતનો પડછાયો છે. પોલી પોતાની પુત્રીને ખુબ જ પ્રેમ કરતી હતી. તેણે સ્કાઇમેનની વાતોમાં આવીને પોતાની પુત્રીને શારીરિક રીતે ટોર્ચર કરી. જેના કારણે તેના પરથી ભુતનો પડછાયો ભાગી જાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, કિકીએ એવું એટલા માટે કર્યું હતું જેથી પોલી પોતે જ આયેશાને ટોર્ચર કરીને મારી નાખે અને તેમના રસ્તાનો એક કાંટો ઘટી જાય. પોલીએ કિકીની સાથે મળીને પોતાની જ પુત્રીને એટલી ટોર્ચર કરી કે તેનું મોત થઇ ગઇ. કિકીને આ ગુનાહ માટે 18 વર્ષ અને પોલીને 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT