ચીન બોર્ડર પર સંતોનું વિશાળ સમ્મેલન, ચીનને એવો તમાચો કે વર્ષો સુધી યાદ રાખશે
નવી દિલ્હી : ચીને હાલમાં જ અરૂણાચલ પ્રદેશના 1 સ્થળોનું નામકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જો કે…
ADVERTISEMENT
નવી દિલ્હી : ચીને હાલમાં જ અરૂણાચલ પ્રદેશના 1 સ્થળોનું નામકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જો કે હવે ભારતે કંઇક એવું કર્યું છે, જેને કહી શકીએ છીએ કે ચીનની દુખતી રગ પર હાથ મુકી દીધો છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં હિમલયી ક્ષેત્રના ટોપ બૌદ્ધ નેતાઓનું રાષ્ટ્રીય સમ્મેલન આયોજિત કર્યું છે. આ સમ્મેલનમાં અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ હાજર રહ્યા હતા. અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં જેમિથાંક વિસ્તારમાં ગોરસામ સ્તૂપમાં નાલંગા બૌદ્ધ પરંપરાના એક દિવસીય રાષ્ટ્રીય સમ્મેલનનું આયોજન સોમનારે કરવામાં આવ્યું.
દુર્લભ હિમાલયી ક્ષેત્રના અનેક સંતોએ કાર્યક્રમમાં હાજરી આપી
આ ખુબ જ દુર્લભ હિમાલયી ક્ષેત્રના બૌદ્ધ નેતાઓ મોટી સંખ્યામાં એક સાથે ઉમટી પડ્યા હતા. જેને સ્પષ્ટ રીતે ચીનને જવાબ માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત છે કે, જેને જેમીથાંગ ગામમાં આ સમ્મેલન આયોજીત થયું હતું તે અરૂણાચલ પ્રદેશના ભારત-ચીન સીમા પરનું અંતિમ ગામ છે. આ સમ્મેલનમાં 600 બૌદ્ધ પ્રતિનિધિ જોડાયા હતા. હિમાલય ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મને વધારવા માટે આ ખુબ જ મોટુ સમ્મેલન માનવામાં આવી રહ્યું છે. આ બૌદ્ધ સમ્મેલનમાં હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉતરાખંડ, જમ્મુ કાશ્મીર, સિક્કીમ, ઉત્તરી બંગાલ અને અરૂણાચલ પ્રદેશના અલગ અલગ હિસ્સાઓમાં તુતિંગ, મેચુકા, તાકસિંગ અને અનીની સહિતના સ્થળોથી 35 બૌદ્ધ પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. કાર્યક્રમમાં અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ તેમ પણ કહ્યું કે, જેમીથાંગ જ તે સ્થળ જ્યાં દલાઇ લામા પહેલીવાર ભારતમાં દાખલ થયા હતા. એવામાં સંમ્મેલનનું આયોજન ખુબજ મહત્વનું છે. આ સમ્મેલનનું આયોજન મહત્વનું છે. પેમા ખાંડુએ એમ પણ કહ્યું કે, નાલંદા યુનિવર્સિટીનાં સ્કોલર્સ આચાર્ય સંતરક્ષિતા અને નાગાર્જુન વગેરેએ જ તિબેટમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો.
શા માટે ચીનને જવાબ માનવામાં આવે છે?
તવાંગમાં બૌદ્ધ સંમેલન શા માટે મહત્વનું છે તેનો જવાબ તવાંગ મઠ છે. હકીકતમાં, અરુણાચલના તવાંગમાં તિબેટીયન બૌદ્ધ ધર્મનો બીજો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ મઠ છે. પાંચમા દલાઈ લામાના સન્માનમાં વર્ષ 1680-81માં મેરાગ લોદ્રો ગ્યામ્ત્સો દ્વારા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. તવાંગ મઠ અને લ્હાસા, તિબેટમાં સ્થિત મઠ વચ્ચે ઐતિહાસિક કડીઓ છે. તવાંગ મઠના કારણે જ અરુણાચલના ઉચ્ચ વિસ્તારોમાં રહેતા કેટલાક આદિવાસીઓ તિબેટના લોકો સાથે સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. અહીંના મોનપા આદિવાસીઓ માત્ર તિબેટીયન બૌદ્ધ ધર્મનું પાલન કરે છે.
ADVERTISEMENT
ચીન તિબેટની સંસ્કૃતિ મીટવવા માંગે છે
ચીન પર તિબેટની સાંસ્કૃતિક ઓળખને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ છે અને ત્યાં ચીની નાગરિકોને વસાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તવાંગ મઠ તિબેટની બહાર એકમાત્ર એવો છે જે ચીનના પ્રભાવથી મુક્ત છે અને ચીનને ડર છે કે તવાંગ મઠ પર કબજો કર્યા વિના તિબેટની સંસ્કૃતિને નષ્ટ કરવાનો તેનો ઈરાદો પૂર્ણ થઈ શકશે નહીં. તે જ સમયે, ચીનને આશંકા છે કે તેની સામે તિબેટનો બદલો તવાંગ મઠમાંથી તાકાત મેળવી શકે છે. આ જ કારણ છે કે ચીન તવાંગ પર કબજો કરવા માંગે છે. 9 ડિસેમ્બર 2022ની રાત્રે ચીની સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જેના પર તેમની ભારતીય સૈનિકો સાથે અથડામણ થઈ અને ચીની સૈનિકોને પાછા ફરવું પડ્યું. હવે હિમાલય ક્ષેત્રના બૌદ્ધ નેતાઓની રાષ્ટ્રીય પરિષદ તવાંગમાં આયોજિત કરવામાં આવી રહી છે અને તેમાંથી ઊંડા અર્થો કાઢવામાં આવી રહ્યા છે. તેનાથી ચીનને મોટો ફટકો પડી શકે છે.
ADVERTISEMENT