Sleeper Bus Fire News: દિલ્હી-જયપુર હાઈવે પર સ્લીપર બસમાં આગ લાગતા અફરાતફરી, બાળકી સહિત 2ના મોત, 15 મુસાફરો દાઝ્યા
Delhi-Jaipur Highway Updates: હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર એક્સપ્રેસ હાઈવે પર બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં અરુણાચલ પ્રદેશની એક ડબલ ડેકર બસમાં અચાનક…
ADVERTISEMENT
Delhi-Jaipur Highway Updates: હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર એક્સપ્રેસ હાઈવે પર બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં અરુણાચલ પ્રદેશની એક ડબલ ડેકર બસમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ બે લોકોના મોત નિપજ્યાં હતા.જ્યારે 15 જેટલા મુસાફરો દાઝી ગયા હતા.
બસમાં મચી ગઈ અફરાતફરી
ACP ક્રાઈમ વરુણ દહિયાના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર એક્સપ્રેસ હાઈવે પર મુસાફરોથી ભરેલી એક બસમાં આગ ફાટી નીકળી હતી. આગને કારણે બસમાં અફરાતફરી મચી ગઈ હતી, ત્યારબાદ બે લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા.
#WATCH | Haryana: Latest visuals from the Delhi-Jaipur expressway in Gurugram where two people died after a bus was gutted in the fire. https://t.co/MlZZFKJwTj pic.twitter.com/guNWS72CKz
— ANI (@ANI) November 8, 2023
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં
ACP ક્રાઈમ વરુણ દહિયાના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. બસમાં બેઠેલા બાકીના ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં કેટલા મુસાફરો હતા તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસે હાથ ધરી તપાસ
આગ એટલી ભયાનક હતી કે બસ બળીને ખાખ થઈ થઈ ગઈ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. બીજી તરફ બસમાં આગ લાગ્યા બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ જવાનોએ ટ્રાફિક જામ હટાવવા ભારે જહેમત ઉઠાવી હતી. હાલ ફાયર વિભાગ આગ લાગવા પાછળનું કારણ શોધી રહી છે. તો પોલીસ પણ આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
#WATCH | Haryana | A bus caught fire on the Delhi-Jaipur expressway in Gurugram this evening. Details awaited.
(Video Source: Video confirmed by locals) pic.twitter.com/HFyxvhbUmZ
— ANI (@ANI) November 8, 2023
ADVERTISEMENT
બસમાં શ્રમિકો હતા સવાર
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ બસ ગુરુગ્રામના સેક્ટર-12થી ઉત્તર પ્રદેશના હમીરપુર જઈ રહી હતી. તેમાં શ્રમિકો સવાર હતા. આગ એટલી ભયાનક હતી કે બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.દુર્ઘટનામાં બસમાં સવાર બાળકી અને મહિલાનું મોત નીપજ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગમાં 15થી વધુ લોકો દાઝી ગયા છે.
ADVERTISEMENT