ભાજપના દિગ્ગજોમાં જ ડખો! બે પૂર્વ મુખ્યમંત્રીઓ વચ્ચે તકરાર, નેતાઓ અસહજ બન્યા
Karnataka BJP Row: કર્ણાટક ભાજપમાં બધુ જ યોગ્ય નથી ચાલી રહ્યું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ ડી.વી સદાનંદ ગૌડાએ બુધવારે કર્ણાટક પ્રદેશ એકમ પર સરમુખત્યારશાહી…
ADVERTISEMENT
Karnataka BJP Row: કર્ણાટક ભાજપમાં બધુ જ યોગ્ય નથી ચાલી રહ્યું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ ડી.વી સદાનંદ ગૌડાએ બુધવારે કર્ણાટક પ્રદેશ એકમ પર સરમુખત્યારશાહી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. જણાવ્યું કે, પાર્ટી નેતૃત્વને આ જ વલણ છોડવું પડશે. તેમણે અનુશાસનહિનતા માટે પાર્ટી ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલ અને અન્યોની વિરુદ્ધ તત્કાલ કાર્યવાહીની પણ માંગ કરી છે.
ગૌડાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
પૂર્વ મુખ્યમંત્રી ગૌડા, ભાજપ સંસદીય બોર્ડના સભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાના બીજા પુત્ર અને પાર્ટી ધારાસભ્ય બી.વાઇ વિજયેન્દ્રના નેતૃત્વમાં રચાયેલા રાજ્યના એકમની આલોચક રહ્યા છે. તેમણે હાલમાં જ કહ્યું હતું કે, નવું એકમ મજબુત નથી.
યેદિયુરપ્પા પર પરોક્ષ પ્રહારો કર્યા હતા
ગૌડાના હાલના નિવેદનને પણ પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા પર પરોક્ષ હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે. બુધવારે એક પત્રકાર પરિષદ સમ્મેલનમાં ગૌડાએ કહ્યું કે, પાર્ટીની અંદર સરમુખત્યારશાહી વલણ ઘર કરી ગયું છે. અમે જાણીએ છીએ કે, ઇન્દિરા ગાંધી જેવાસરમુખત્યારની શું સ્થિતિ થઇ હતી અને કઇ રીતે કોંગ્રેસનું પતન થયું હતું. માટે અમે આ સરમુખત્યાર વલણથી બહાર નિકળવું જોઇએ અને તમામને સાથે લઇને ચાલવું જોઇએ.
ADVERTISEMENT
ગૌડાએ જણાવ્યું કે આ મામલો કેન્દ્રીય સ્તરે ઉઠાવશે
પૂર્વ કેન્દ્રીય મંત્રી ગૌડાએ કહ્યું કે, તેઓ આ મુદ્દાને પણ ભાજપની આગામી કોર સમિતીની બેઠકમાં પણ ઉઠાવશે. તેમણે કહ્યું કે, યતનાલ જેવા નેતાઓ વચ્ચે અનુશાસનહીનતાની પરવાનગી આપવાથી પાર્ટીને જ નુકસાન થશે. જો કાર્યવાહી નહી કરવામાં આવે તો પાર્ટીમાં અનુશાસનહીનતા વધશે. યતનાલ ગત્ત ઘણા મહિનાઓથી યેદિયુરપ્પા પર આક્રમક છે. મંગળવારે તેમણે ભાજપ શાસન હેઠળ કોરોના વાયરસ મહામારી સંબંધિત ખરીદીમાં 40 હજાર કરોડ રૂપિયાના ગોટાળાનો આક્ષેપ કર્યો હતો.
ગૌડાએ યતનાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા
ભાજપ અધ્યક્ષ તરીકે ગૌડાએ યતનાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા, જો કે યેદિયુરપ્પાએ તેમને ફરીથી પાર્ટીમાં જોડવાનો આગ્રહ કર્યો હતો. ગૌડાએ વારંવારના ઉદાહરણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અનેક વખત ધારાસભ્યોએ પોતાના નિવેદનોથી પાર્ટીને શરમજનક સ્થિતિમાં મુક્યા છે. આ કારણે જ પાર્ટીને રાજ્યમાં આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT