ગર્લફ્રેન્ડને iPhone અપાવવા ધો.9 વિદ્યાર્થીએ કર્યો 'મોટો કાંડ', પોલીસ થઈ દોડતી

ADVERTISEMENT

crime news
ઘરમાં ચોરી
social share
google news

દક્ષિણ પશ્ચિમ દિલ્હીના નજફગઢ વિસ્તારમાં રહેતા ધોરણ 9ના વિદ્યાર્થીનીએ તેની ગર્લફ્રેન્ડને તેના જન્મદિવસ પર આઈફોન ગિફ્ટ કરવા અને તેને ઈમ્પ્રેસ કરવા માટે માતાના ઘરેણા ચોરી લીધા. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે.

વિદ્યાર્થિની માતાએ નોંધાવી FIR

આ અંગેની માહિતી આપતા પોલીસે કહ્યું કે, આરોપી વિદ્યાર્થીની માતાએ આ મામલે FIR નોંધાવી છે. જોકે, માતાએ ઘરમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જ્યારે પોલીસે આ કેસની તપાસ કરી તો તેમનો સગીર દીકરો જ ચોર નીકળ્યો.  

બે દુકાનમાં વેંચ્યા ઘરેણા

આ વિદ્યાર્થીએ તેની માતાના દાગીના કાકરોલા વિસ્તારમાં આવેલી બે અલગ અલગ દુકાનદારોને વેચ્યા હતા. આ દુકાનદારો સોનાના દાગીનાનો વેપાર કરે છે. વિદ્યાર્થીએ જ્વેલરી વેચીને મળેલા પૈસાનો ઉપયોગ તેની ગર્લફ્રેન્ડ માટે મોંઘો આઈફોન ખરીદવા માટે કર્યો હતો. એવું માનવામાં આવે છે કે, આરોપી વિદ્યાર્થી યુવતી સાથે રિલેશનશિપમાં છે.

ADVERTISEMENT

2 ઓગસ્ટે થઈ હતી ચોરી

પોલીસે જણાવ્યું કે, 3 ઓગસ્ટે મહિલાએ ચોરીની FIR નોંધાવી હતી. ફરિયાદમાં 2 ઓગસ્ટના રોજ સવારે 8થી 3 વાગ્યાની વચ્ચે સોનાની બે ચેઈન, કાનની બુટ્ટી અને સોનાની વીંટી ચોરાઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. ડીસીપી અંકિત સિંહે જણાવ્યું કે ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના ઘરની આસપાસ કોઈ શંકાસ્પદ ગતિવિધિ નથી. આ પછી પાડોશીની પૂછપરછ કરવામાં આવી. પરંતુ કોઈ નક્કર માહિતી મળી ન હતી.

ચોરી બાદ ગાયબ હતો દીકરો

પોલીસે તપાસમાં બહારના તત્વોને બાજુ પર રાખ્યા અને ઘરના સભ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કથિત ચોરીની ઘટના બાદ મહિલાનો પુત્ર ગુમ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી વિદ્યાર્થીના મિત્રોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે તેણે 50,000 રૂપિયામાં નવો આઈફોન ખરીદ્યો હતો. આરોપી વિદ્યાર્થીને પકડવા માટે પોલીસે ધરમપુરા, કાકરોલા અને નજફગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પરંતુ દર વખતે નવમા ધોરણમાં ભણતો શાતિર વિદ્યાર્થી પોલીસને છેતરતો રહ્યો.

ADVERTISEMENT

પોલીસે આઈફોન જપ્ત કર્યો

આ પછી પોલીસે તેને પકડવા માટે છટકું ગોઠવ્યું. લગભગ 6.15 વાગ્યાની આસપાસ, પોલીસે આરોપી વિદ્યાર્થીને તેના ઘરની નજીક જોયો, પરંતુ તેણે પોલીસ હોવાની ભનક લાગી ગઈ અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પકડાઈ ગયો. તલાશી દરમિયાન પોલીસે તેની પાસેથી આઈફોન જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતાં વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે તેણે તેની માતાના દાગીના બે સોનાના વેપારીને વેચ્યા હતા. 

ADVERTISEMENT

પૈસા ન આપતા કરી ચોરી

આરોપી વિદ્યાર્થીના મિત્રોએ જણાવ્યું કે તેના ક્લાસમાં ભણતી એક છોકરી સાથે રિલેશનમાં છે. ડીસીપી અંકિત સિંહે જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીએ પહેલા તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસે ગિફ્ટ આપવા માતા પાસેથી પૈસા માંગ્યા હતા, પરંતુ તેણીએ ના પાડ્યા બાદ તેણે ઘરેણાં ચોરવાનું નક્કી કર્યું. પોલીસે જણાવ્યું કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT