હરિયાણામાં ભગવા યાત્રા પર ચોક્કસ સમુદાયનો પથ્થરમારો, ગોળીબાર પણ થયો

ADVERTISEMENT

Attack on Bhagva yatra Mevat Hariyana
Attack on Bhagva yatra Mevat Hariyana
social share
google news

મેવાત : હરિયાણાના મેવાતમાં બે જૂથો વચ્ચે હિંસા અને અથડામણના સમાચાર છે.પથ્થરબાજીમાં ઘણા લોકોને ઈજા થવાના પણ સમાચાર છે. ભગવા યાત્રા દરમિયાન અચાનક બે જૂથો સામસામે આવી ગયા અને પછી હિંસા શરૂ થઈ ગઈ. હરિયાણાના મેવાતમાં ભગવા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણના સમાચાર છે. ભગવા યાત્રા દરમિયાન અચાનક થયેલા પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે.

પોલીસ પ્રશાસન પણ સ્થળ પર હાજર છે, પરંતુ તે છતાં પથ્થરમારો એક સમુદાય દ્વારા સમગ્ર યાત્રા પર કરવામાં આવ્યો હતો. બંને બાજુથી હજારો લોકો અહીં એકઠા થયા છે, પરંતુ સ્થળ પર માત્ર બે પોલીસ વાન હાજર છે. ઘટનાસ્થળે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ હાજર છે.પોલીસ ઘટનાસ્થળે વધારે ફોર્સ બોલાવવામાં આવ્યો છે.

ઘટના સ્થળ પર ગોળીબારના અવાજ પણ સંભળાયા હતા. અહીં વધુ પોલીસ ફોર્સ મોકલવામાં આવી રહી છે. આ અથડામણ ક્યાંથી શરૂ થઈ તે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ તેની તપાસમાં લાગેલી છે. તમને જણાવી દઈએ કે મેવાત હરિયાણાના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે અને અહીં ભૂતકાળમાં ગાયની તસ્કરીને કારણે હિંસાના ઘણા મામલા સામે આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT