ઝારખંડમાં બેવફાઇનો કિસ્સો: લાખોનું દેવુ કરી પત્નીને ભણાવી, નોકરી મળી તો પુત્રને લઇને થઇ ફરાર

ADVERTISEMENT

Kanhai Pandit
Kanhai Pandit
social share
google news

રાંચી :  UP ની બહુચર્ચિચ પીસીએસ અધિકારી એસડીએમ જ્યોતિ મોર્ય અને તેમના સફાઇ કર્મચારી પતિ આલોક કુમાર મોર્ય વચ્ચે થયેલા વિવાદનો મામલો હાલ ઠંડો નથી પડ્યો ત્યાં ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બોરિયા પ્રખંડના બાઝીના રહેવાસી કન્હાઇ પંડિત અને એએનએમ નર્સ પત્ની કલ્પના કુમારીની બેવફાઇથી ત્રસ્ત થઇને ન્યાય માટે અપીલ કરી છે.

ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બોરિયા પ્રખંડના ગાંધી બજારના રહેવાસી કન્હાઇ પંડિતના લગ્ન વર્ષ 2009 માં બોરિયા પ્રખંડના તેલો ટોલા ગામની રહેવાસી રાજકિશોર પંડિતની પુત્રી કલ્પના કુમારી સાથે થયા હતા. કન્હાઇ પંડિત ઓછા ભણેલા હોવાના કારણે તે પોતાનું ઘર ચલાવવા માટે મજુરીનું કામ કરી રહ્યા છે. બીજી તરફ તેમની પત્ની કલ્પના કુમારી આગળ ભણવા માંગતા હોવાથી પતિએ દેવું કરીને તેને સિબુસોરેન જનજાતિય યુનિવર્સિટીમાં ભણવા મોકલી હતી.

કલ્પનાએ અહીંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ તેણે જિદ્દ કરીને જમશેદપુરની એક નર્સિંગ કોલેજમાં એડમિશન લીધું હતું. કન્હાઇ પંડિતે દેવું કરીને તેને અભ્યાસ કરાવવાનું શરૂ રાખ્યું હતું. 2 વર્ષ સુધી એએનએમની ટ્રેનિંગ બાદ પત્ની કલ્પના કુમારીનું સાહિબગંજ જિલ્લાના જ ઘૂમાવતી હોસ્પિટલમાં નોકરી લાગી ગઇ હતી.

ADVERTISEMENT

બીજી તરફ ખુબ જ દેવું થઇ જવાના કારણે કન્હાઇ પંડિત વધારે કમાણી કરવા માટે ગુજરાત આવી ગયા હતા. 2019 થી તેઓ ગુજરાતમાં હતા. 2020 માં કોરોના દરમિયાન તેઓ પરત ફરવા માંગતા હતા ત્યારે ત્યારે તેમની પત્નીએ કહ્યું કે, જ્યાં છો ત્યાં જ રહો.ત્યાર બાદ વિવિધ કારણોથી તે કન્હાઇ પંડિતને ઝારખંડ આવતા રોકતી રહી. દરમિયાન માર્ચ 2023 માં હોળી તહેવાર પ્રસંદે જ્યારે કન્હાઇ પંડિત પોતાના ઘરે પરત ફર્યા તો તેમની પત્નીનો વ્યવહાર તેના પ્રત્યે સંપુર્ણ બદલાઇ ગયો હતો.

ઘરે પરત ફરતાની સાથે જ તેની પત્ની તેને સન્માન આપવાના બદલે તેની પત્ની કલ્પના કુમારીએ તેને અભણ અને મજુર કહીને હડધુત કરવાનું શરૂ કર્યું હતું. તેઓ અનેક દિવસ સુધી ઘરની બહાર રહ્યા. પત્નીએ સ્પષ્ટ ઇન્કાર કરતા કહ્યું કે, તે એક મજુર સાથે રહેવા નથી માંગતી.એપ્રીલ મહિનામાં કલ્પના પોતાના 10 વર્ષીય પુત્ર હેમન્ત પંડિતને લઇને ફરાર થઇ ગઇ હતી. કન્હાઇ પંડિતે જ્યારે સસુરાલમાં વાત કરી તો તે લોકોએ પણ તેમની સાથે ગેરવર્તણુંક કરી હતી. લાખો રૂપિયાનો ખર્ચો કરીને પડિત હવે પત્નીની બેવફાઇથી ત્રસ્ત થઇને ન્યાયની અપીલ કરતા સાહિબગંજ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અનેક અધિકારીઓને પોતાની ફરિયાદ કરી ચુક્યા છે.

ADVERTISEMENT

કન્હાઇ પંડિતની માંગ છે કે, તેણે પોતાની પત્ની પાછળ જેટલો ખર્ચ કર્યો છે તે તે પરત આપે અને પોતાના 10 વર્ષના પુત્રની કસ્ટડી તેને સોંપે. કન્હાઇનો આક્ષેપ છે કે, મારા સસુરાલના લોકોએ જ મારૂ જીવન બર્બાદ કર્યું છે. તે લોકોએ જ મારી પત્નીને મારાથી દુર કરી દીધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT