7 મા ધોરણના બાળકે ChatGPT ની મદદથી હોમવર્ક કરાવ્યું, શિક્ષકે એક ભુલથી પકડી પાડ્યું

ADVERTISEMENT

Student home work with chat GPT
Student home work with chat GPT
social share
google news

નવી દિલ્હી : એક બાળકે પોતાનું શાળાનું હોમવર્ક પૂરું કરવા માટે Chat GPTની મદદ લીધી. પરંતુ તેની એક ભૂલને કારણે તેની નકલ પકડાઈ ગઈ હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે માનવતાનું ભવિષ્ય જોખમમાં આવી જશે. આ સિવાય AI જે ઝડપ સાથે કામ કરી રહ્યું છે તેના કારણે નોકરીઓ પણ જોખમમાં આવે તેવી આશંકાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. ધીમે ધીમે તેની અસર પણ દેખાઈ રહી છે. લોકોએ AI કન્ટેન્ટ રાઇટિંગમાંથી અનેક પ્રકારની મદદ લેવાનું શરૂ કર્યું છે. પરંતુ તાજેતરમાં AI નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 7 મા ધોરણના બાળકનો છે.

AI બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે
એઆઈ પાસે આ બાળકે હોમવર્ક કરાવ્યું હતું જો કે તે પકડાઇ ગયો છે. રોશન પટેલ નામના વ્યક્તિએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેના 7મા ધોરણના ભત્રીજાએ ચેટબોટની મદદથી તેનું અંગ્રેજી હોમવર્ક કર્યું. પરંતુ આ બાળક કન્ટેન્ટમાંથી ChatGPTના પ્રી સેવ કરેલા પ્રોમ્પ્ટને ડિલીટ કરવાનું ભૂલી ગયો હતો અને તેની કોપી પકડાઈ ગઈ. એક લાઇનમાં ચેટ જીપીટીએ લખ્યું હતું કે, એક એઆઇ તરીકે આવું સમજે છે. આ લાઇન કાઢવાનું બાળક ભુલી ગયો હતો. બસ અહીં સમજાયું કે બાળકે હોમવર્ક AI પાસે કરાવ્યું હતું. બાળકની એક ભૂલને કારણે બાળકે કરેલું હોમવર્ક પકડાઈ ગયું હતું. જો કે બારીકીથી હોમવર્ક ચેક કરવામાં આવ્યું ન હોત તો કદાચ તે દરેક વખતે આવું જ કરતી રહી હોત.એટલે જ કહેવાય છે કે, ‘કોપી કરવા માટે ડહાપણની જરૂર હોય છે’ ટેગ લાઇનથી એક વ્યક્તિએ કરેલી પોસ્ટ પર હાલ તો અનેક પ્રકારની કોમેન્ટ્સ આવી રહી છે.

પોસ્ટ પર આવી રહી છે રસપ્રદ કોમેન્ટ્સ
જો કે આમાં આવેલી કોમેન્ટ્સ પણ ખુબ જ રસપ્રદ છે. કોઈ લખી રહ્યું છે કે, આપણે બાળકને દોષ ન આપવો જોઈએ પરંતુ ટેક્નોલોજી અને તેના સુધી બાળકની સરળ ઍક્સેસને દોષ આપવો જોઈએ. આ AI માનવીઓના વિચારને સમજવાની ક્ષમતાને નષ્ટ કરી દેશે. કોઈએ લખ્યું કે, AIના ઉપયોગ માટે મન લગાવવાની જરૂર છે. અન્ય યુઝરે લખ્યું કે, નકલ કરવા માટે પણ અકલની જરૂર હોય છે. મારો નાનો પિતરાઈ ભાઈ અર્જુન 7 માં ધોરણના અંગ્રેજી હોમવર્ક પર ChatGPT નો ઉપયોગ કરતો પકડાયો. હતો.

ADVERTISEMENT

ન્યૂ યોર્કમાં ચેટબોટ બ્લોક
એઆઈને કારણે થતા નુકસાનને કારણે થોડા મહિના પહેલા ચેટબોટને બ્લોક કરવામાં આવ્યો છે. ન્યુ યોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશને ChatGPT ની ઍક્સેસને બ્લોક કરી દીધું છે. બાળકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા હતા. કારણ કે, આ AI સંચાલિત ચેટબોટની મદદથી, યુઝર વાતચીતના સ્વરમાં જવાબો મેળવી શકે છે. આનાથી નિબંધો પણ લખી શકાય છે. જેના કારણે શિક્ષણ વિભાગે તેને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

ચેટજીપીટી કેવી રીતે કામ કરે છે?
ચેટજીપીટીને બ્લોક કરનાર ન્યુયોર્ક પ્રથમ શહેર છે. આગામી દિવસોમાં તેને અન્ય કેટલીક જગ્યાએ બ્લોક કરવામાં આવે તો નવાઇ નહી. આ ચેટબોટ ભૂતકાળમાં ઘણી ચર્ચામાં આવી ચુક્યું છે. બાય ધ વે, તેની કામ કરવાની રીત અને ગૂગલની રીતમાં ઘણો તફાવત છે. જ્યાં ગૂગલ એક સર્ચ એન્જિન પ્લેટફોર્મ છે. ચેટ જીપીટી એક એઆઈ આધારિત ચેટબોટ છે. આ પ્લેટફોર્મ પર તમને કોઈપણ વિષય પર અલગ-અલગ શોધ કે પરિણામો મળતા નથી. આમાં, જ્યારે તમે ગૂગલની જેમ સર્ચ કરો છો ત્યારે તમને લિંક્સ દેખાતી નથી. તેના બદલે તમે તેની પાસેથી કંઈપણ પૂછશો તો તે તમને વાતચીતની શૈલીમાં જવાબ આપશે. આ જ કારણ છે કે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT