ઇસ્લામિક દેશમાં ટ્રાફીકમાં વચ્ચે આવતી 300 વર્ષ જુની મસ્જિદ તોડી પડાઇ
નવી દિલ્હી : મધ્ય-પૂર્વના ઇસ્લામિક દેશ ઇરાકમાં 300 વર્ષ જુની મસ્જિદ અને તેના મિનારને તોડી પાડવામાં આવતા વિવાદ થઇ ગયો છે. ઇરાકના અધિકારીઓએ બસરા શહેરના…
ADVERTISEMENT
નવી દિલ્હી : મધ્ય-પૂર્વના ઇસ્લામિક દેશ ઇરાકમાં 300 વર્ષ જુની મસ્જિદ અને તેના મિનારને તોડી પાડવામાં આવતા વિવાદ થઇ ગયો છે. ઇરાકના અધિકારીઓએ બસરા શહેરના એક મહત્વપુર્ણ તટીય માર્ગ અબૂ-અલ ખાસીબને પહોળો કરવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે રસ્તામાં આવતી એક ઐતિહાસિક અલ સિરાજી મસ્જિદ અને તેના મિનારને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. ત્યાર બાદથી જ ઇરાકમાં વિવાદ પેદા થઇ ચુક્યો છે. માર્ગને પહોળો કરવા માટે તોડી પાડવામાં આવી છે.
ઇરાકના અધિકારીઓની આ હરકતથી સ્થાનીક લોકો ખુબ જ નારાજ છે. ઇરાકના સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓ દ્વારા તેની નિંદા કરવામાં આવી છે. અલ-સિરાજી મસ્જિદના નિર્ણા 1727 માં બસરા શહેરમાં કરવામાં આવ્યો હતો. આ ઇરાકના પ્રમુખ ઐતિહાસિક સ્થળો પૈકી એક માનવામાં આવે છે. જે પોતાના સ્થાપત્ય અને કળા માટે પ્રસિદ્ધ હતી. મસ્જિદના અનોખા મીનાર માટીની ઇંટોમાંથી બનાવવામાં આવ્યા હતા. સદીઓ બાદ પણ તે સંપુર્ણ સુરક્ષીત રહેતી હતી.
મસ્જિદ અને મિનારનો મુદ્દો કોર્ટમાં ગયો
રિપોર્ટ અનુસાર મસ્જિદ અને મીનાર તોડી પાડવા અંગે સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, તેઓ આ મામલે કોર્ટમાં જશે. મંત્રાલયે કહ્યું કે, અમે તમામ પ્રકારના વિકાસના હિમાયતી છીએ. અમે ઇરાકી સરકાર અને તેના લોકના વિકાસની ઇચ્છાનું સન્માન કરીએ છીએ. જો કે તેના માટે અમે ધાર્મિક અથવા રહેણાંક વિસ્તારની ઇમારતને નુકસાન પહોંચાડવાની વિરુદ્ધ છીએ. ખાસ કરીને તે જ્યારે પુરાતાત્વિક વિશેષતા ધરાવતી હોય.
ADVERTISEMENT
અલ-સિરાજી મસ્જિદ અને તેના 1900 વર્ગ મીટરનો ક્ષેત્રનો માલિકી હક સુન્ની ધાર્મિક બંદોબસ્તી પાસે છે. સંસ્કૃતિ મંત્રાલયે ઇરાકના સુન્ની અને શિયા બંદોબસ્તીને આહ્વાન કર્યું કે, તેઓ ઐતિહાસિક મસ્જિદ તોડી પાડવા અંગે હસ્તક્ષેપની માંગ કરી છે. જો કે બસરાના ગવર્નર અસદ અલ ઇદાનીએ રવિવારે એક મીડિયા કોન્ફરન્સમાં કહ્યું કે, મસ્જિદ અને તેના મીનારને ધ્વસ્ત કરવાથી પહેલા સુન્ની વકફ બોર્ડને માહિતી આપવામાં આવી હતી.
ઇદાનીએ કહ્યું કે, સુન્ની બંદોબસ્તીના નિર્દેશકોએ હાલમાં જ બસરાની યાત્રા કરી હતી. આ દરમિયાન બસરાની સ્થાનીક સરકાર અને તેમની વચ્ચે મસ્જિદને તોડી પાડવા અંગે સંમતી બની હતી.
ADVERTISEMENT
મીનારને હાથોથી સાવધાની પૂર્વક તોડવામાં આવવું જરૂરી હતી
સુન્ની બંદોબસ્તીનું કહેવું છે કે, મસ્જિદને તોડી પાડવા અંગે તૈયાર થયા હતા ન કે માટીની ઇંટોથી બનેલી મીનારને તોડી પાડવા પર. તેમનું કહેવું છે કે, જો મીનારને હટાવવો જ હતો તો તેને સાવધાનીપૂર્વક હાથથી તોડવાની જરૂર હતી. તેને ભવિષ્યની પેઢીઓ માટે સંરક્ષીત કરવાની જરૂર હતી. ઇરાકના સુન્ની બંદોબસ્તી કાઉન્સિલે કહ્યું કે, તેણે અનેકવાર પત્ર લખીને અધિકારીઓને અપીલ પણ કરી કે મીનાર જેવી છે, તેને તેવો જ રહેવા દેવામાં આવે.
ADVERTISEMENT
મસ્જિદના કારણે શહેરમાં પણ ટ્રાફીકની સમસ્યા
બસરાની સ્થાનીક સરકારે કહ્યું કે, જુની મસ્જિદની લોકેશન એવી હતી જેના કારણે શહેરમાં ટ્રાફીકની સમસ્યા આવી રહી હતી. મસ્જિદના બદલે પાસેની જ એક સાઇટ પર નવ લાખ ડોલરના બજેટમાં એક નવી મસ્જિદનું નિર્માણ કરવામાં આવશે. 300 વર્ષ જુના મિનારને મિનિટોમાં તોડી પાડીને સ્થાનિક નિવાસી પરેશાન રહી ગયા હતા. તેમનું કહેવું છે કે, મીનારને તોડી પાડવું રાષ્ટ્રીય વિરાસતની વિરુદ્ધ એક અપરાધ છે. તેમના અનુસાર 2017 માં મોસુલ શહેરમાં ઇસ્લામીક સ્ટેટે અલ હદબા મીનારને બોમ્બથી ઉડાવી દીધો હતો. ત્યાર બાદથી ઇરાકના સાંસ્કૃતિક વિરાસત માટે આ સૌથી મોટુ નુકસાન છે.
ADVERTISEMENT