70 વર્ષના વૃદ્ધના ગળાડુબ પ્રેમમાં પડી 23 વર્ષની યુવતી, લગ્નનની મિનીટો પહેલા થઇ ગઇ ફરાર

ADVERTISEMENT

Girl Fall in Love
Girl Fall in Love
social share
google news

નવી દિલ્હી : એક કહેવત છે કે, લવ ઇઝ બ્લાઇન્ડ. જો કે એટલો આંધળો કે, 23 વર્ષની યુવતીને 70 વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો. પ્રેમ એટલો કે સાથે જીવવા મરવાની કસમો ખાઇ લીધી હતી. એરિકા મોજર અને રિક સાઇક છેલ્લા દોઢ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યાર બાદ પોતાના પ્રેમને લગ્નનુ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો હતો. પછી તે ઘડી આવી ગઇ, જ્યારે વૃદ્ધ ઘોડે ચડવાના હતા. જો કે છેલ્લી ઘડીએ યુવતી ફરાર થઇ ગઇ હતી.

બંન્ને એક ડેટિંગ એપ પર મળ્યા હતા
ધ સનના એક રિપોર્ટ અનુસાર 23 વર્ષીય એરિકા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જે અમેરિકાની રહેવાસી છે. તેણે જણાવ્યું કે, એક કરોડપતિ રિક સાથે તેની પહેલી મુલાકાત એક ડેટિંગ શો પર થઇ હતી. એરિકાએ કહ્યું કે, રિક મારાથી ઉંમરમાં 46 વર્ષ મોટા હતા, જો કે ખબર નહી કેમ હું તેમના પ્રેમમાં કઇ રીતે પડી ગઇ.જો કે પોતાના લગ્નના દિવસે એરિકાનું મગજ અચાનક બદલ્યું અને તેને ભાન થયું કે, આ પગલાથી તેનું જીવન બર્બાદ થઇ શકે છે. જેથી તેણે છેલ્લી ઘડીએ રિક સાથે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો.

આ પ્રકારે બંન્ને મળ્યા હતા
એરિકા અને રિક એક ટીવી સીરીઝ મૈરીઇંગ મિલિયન્સ 2021 માં જોવા મળી હતી. આ શો તે કપલ્સ અંગે છે, જ્યાં એક વ્યક્તિ ખુબ જ અમીર હોય છે તો બીજો સામાન્ય માણસ હોય છે. શોમાં એરિકા અને રિક ખુબ જ નજીક આવી ગયા હતા. જો કે એરિકાએ હવે પોતાના આ ટીવી રોમાન્સ અંગે સોશિયલ મીડિયા પર ખુલીને વાત કરી હતી.

ADVERTISEMENT

શું બોલી એરિકા?
એરિકાએ ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો અને જણાવ્યું કે, તેણે નેશનલ ટીવી પર એક 70 વર્ષના વ્યક્તિ સાથે લગભગ લગ્ન કરી લીધા હતા. જો કે પાછળથી તેને અહેસાસ થયો હતો. હવે તેને સત્યનો અનુભવ થઇ રહ્યો છે. અમે બંન્ને ખુબ જ અલગ છીએ. અમારી વચ્ચે કોઇ મેળ નહોતો. જો કે એરિકાએ આ ખુલાસાથી અનેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એક સમય હતો જ્યારે બંન્ને એક બીજાને ખુબ જ પસંદ કરતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT