એક પગ કબરમાં પરંતુ ચચ્ચાએ 103 વર્ષની ઉંમરે લગ્ન કર્યા, દુલ્હનની ઉંમર જાણીને ચોંકી જશો
103 વર્ષના સ્વતંત્ર સેનાનીએ કર્યા નિકાહ વૃદ્ધના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ એકલતા દુર કરવા માટે વૃદ્ધે 103 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા અમદાવાદ…
ADVERTISEMENT
- 103 વર્ષના સ્વતંત્ર સેનાનીએ કર્યા નિકાહ
- વૃદ્ધના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- એકલતા દુર કરવા માટે વૃદ્ધે 103 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા
અમદાવાદ : મધ્યપ્રદેશથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધે 103 વર્ષની ઉંમરે નિકાહ (લગ્ન) કર્યા છે. સામાન્ય રીતે 30-35 વર્ષની ઉંમરે લગ્ન કરી લેતા હોય છે. જો કે 103 વર્ષના એક વ્યક્તિને પૈણ ઉપડી હતી અને તેમણે લગ્ન કરી લીધા હતા. ભોપાલમાં આવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જે હાલ માધ્યમોમાં ચર્ચાનો વિષય બની છે. વૃદ્ધાના લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
103 વર્ષના સ્વતંત્ર સેનાનીના ત્રીજા નિકાહ
ભોપાલના ઇતવારામાં રહેતા 103 વર્ષના વૃદ્ધ હબીબ નજરે પોતાની પુત્રીની ઉંમરની મહિલા સાથે લગ્ન કર્યા છે. શનિવારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક અત્યંત વૃદ્ધ વ્યક્તિ નિકાહ પઢતા જોઇ શકાય છે. લગ્ન બાદ પોતાની બેગમને ઓટોમાં બેસાડીને ઘરે લઇ જતા જોઇ શકાય છે.લોકો તેને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. જો કે GujaratTak દ્વારા આ વીડિયોની તપાસ કરતા આ વીડિયો એક વર્ષ જુનો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
હાલ વૃદ્ધના નિકાહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
હબીબ નજર એક સ્વતંત્ર સેનાની છે. હબીબી નજર 103 વર્ષના છે. તેમના વિસ્તારમાં લોકો તેને મંજલે ભાઇના નામથી ઓળખે છે. હબીબે વર્ષ 2023 માં 49 વર્ષની ફિરોઝા જ્હા સાથે લગ્ન કર્યા હતા. સ્વતંત્ર સેનાની હબીબ નજરના આ ત્રીજા નિકાહ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મીયા-બીબી ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
વૃદ્ધે કહ્યું એકલતા દુર કરવા નિકાહ કર્યા
મીડિયા સાથેની વાતચીતમાં હબીબે જણાવ્યું કે, મે આ નિકાહ ગત્ત વર્ષે 2023 માં કર્યા હતા. મારી ઉમર 103 વર્ષની છે. મારા બેગમ 49 વર્ષના છે. પહેલા નિકાહ નાસિકમાં થયા હતા. પત્નીના મોત બાદ નિકાહ લખનઉમાં થયા હતા પરંતુ તેમનું પણ મોત થયું હતું. જેથી તેઓ એકલા પડ્યા હતા. જેથી આ એકાંતને ભાંગવા માટે આખરે તેમણે ત્રીજા લગ્ન કર્યા હતા. બેગમ ફિરોઝા જહાં પણ એકલા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT