94 કરોડ રોકડા, 8 કરોડના હીરા અને 30 થી વધારે ઘડીયાળ મળ્યા, BJP-કોંગ્રેસ વચ્ચે રાજકારણ
નવી દિલ્હી : આવકવેરા વિભાગ દ્વારા એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. કર્ણાટક,તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55 થી વધારે…
ADVERTISEMENT
નવી દિલ્હી : આવકવેરા વિભાગ દ્વારા એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. કર્ણાટક,તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55 થી વધારે સ્થળો પર દરોડા પાડીને આવકવેરા વિભાગ દ્વારા લગભગ 94 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા આટલા મોટા પ્રમાણમાં રોકડ, દાગીના સહિતની વસ્તુઓ મળતા તંત્રમાં હાહાકાર મચી ગયો છે.
સર્ચ દરમિયાન 3થી 4 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા
CBDT ના અનુસાર 12 ઓક્ટોબરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન આવકવેરા વિભાગે બેંગ્લુરૂ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો અને દિલ્હીના અલગ અલગ 55 સ્થલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સ્થળો પરથી 94 કરોડ રૂપિયા રોકડા, આઠ કરોડ રૂપિયાનાં સોના-હીરાના ઘરેણા અને વિદેશ નિર્મિત 30 મોંઘી ગાડીઓ જપ્ત કરવામાં આવી છે.
કુલ 102 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત
CBDT દ્વારા નિવેદન અપાયું છે કે, સર્ચિંગના પરિણામ સ્વરૂપ 94 કરોડની રોકડ સિવાય કુલ 102 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તી જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિશેની માહિતી આપતા CBDT એ જણાવ્યું કે, આ ઉપરાંત એક ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારી પાસેથી આશરે 30 લકઝરી ઘડીયાળોનું કલેક્શન મળી આવ્યું હતું.
ADVERTISEMENT
BJP-કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપ
બેહિસાબી રોકડ મળ્યા બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને વિપક્ષી ભાજપની વચ્ચે આ મામલે રાજકારણ પણ શરૂ થઇ ચુક્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલના અનુસાર આ પૈસા કોંગ્રેસનાં છે. તો મુખ્યમંત્રી સિદ્ધારમાયે આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. આ પૈસા સાથે તેમને કે કોંગ્રેસને કોઇ લેવા દેવા નહી હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT