આખા વર્ષમાં કિશોરોએ કરી 900 હત્યાઓ… બાળકો કેમ બની રહ્યા છે ક્રિમિનલ
નવી દિલ્હી : નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા જણાવે છે કે, દેશમાં કિશોરોમાં ગુનાહિત પ્રવૃતિ વધતી જઇ રહી છે. 2021 માં કિશોરીની વિરુદ્ધ આશરે 31…
ADVERTISEMENT
નવી દિલ્હી : નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા જણાવે છે કે, દેશમાં કિશોરોમાં ગુનાહિત પ્રવૃતિ વધતી જઇ રહી છે. 2021 માં કિશોરીની વિરુદ્ધ આશરે 31 હજારથી વધારે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 37 હજારથી વધારેની ધરપકડ કરવામાં આવી હતી.
રાજધાની દિલ્હી… અહીંના વેલકમ વિસ્તારની જનતા મજુર કોલોની, 21 નવેમ્બરની રાત્રે 10.21 વાગ્યે એક કિશોર બીજા કિશોરને ક્રુરતા પુર્વક ખેંચીને લાવે છે. તેના પર સતત ચાકુથી પ્રહાર કરે છે. ક્રુરતાની હદતો તે હત્યા બાદ તે ડાન્સ પણ કરે છે. આ સમગ્ર ઘટનાનો ડોઢ મિનિટનો સીસીટીવી ફુટેજ એટલા ક્રુર છે કે, કોઇ પણ રીતે ધ્રુજી જાય. ત્યાર બાદ તે ક્રુતાથી લાશને ખીચીમાંથી 350 રૂપિયા કાઢીને ચાલતી પકડે છે.
પોલીસના અનુસાર આરોપી પીડિતને જાણતો પણ નહોતો. ડીસીપી જોર્જ ટિર્કીએ જણાવ્યું કે, પોલીસ કોર્ટની સામે અપીલ કરશે કે આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધી રેર માનીને કેસ ચલાવવામાં આવે. બીજી તરફ પીડિત પરિવારે આરોપીને ફાંસીની માંગ કરી છે. આ એક માત્ર ઘટનાએવી નથી જેમાં કોઇ કિશોર આ હત્યા સાથે સંડોવાયેલો હોય. આ મામલે પોલીસ એક કિશોરની ધરપકડ કરે છે. આ કિશોર મહીના પહેલા જ સુધારાગૃહમાંથી છુટીને આવ્યો હતો. આ ઘટનામાં પણ ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ચોંકાવનારા છે કિશોરોના ગુનાના આંકડા
કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCB) ગુનાઓના લેખા જોખા રાખે છે. તેના સૌથી હાલના રિપોર્ટ 2021 સુધીના આંકડા છે. જેમાં કિશોરોના ગુનાઓની પ્રવૃતિના આંકડા પરેશાન કરનારા છે.
ADVERTISEMENT
આંકડા અનુસાર ભારતમાં કિશોરોમાં ગુનાની પ્રવૃતિ ઝડપથી વધતી જઇ રહી છે. પ્રતિ વર્ષ કિશોરની વિરુદ્ધ 30 હજાર ગુનાહિત મામલા નોંધાયા છે. 35 હજારથી વધારે કિશોરોની ધરપકડ કરવામાં આવે છે. પરેશાન કરનારી બાબત છે કે, 10 માંથી 9 કિશોરો પર દોષ પણ સાબિત થઇ શકે છે.
ADVERTISEMENT
NCRB નો ચોંકાવનારો આંકડો તે પણ છે કે, 2021 માં ગુનાહિત મામલાઓમાં 37,444 કિશોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 31,756 કિશોર એવા હતા જે પોતાના માતા-પિતા સાથે રહેતા હતા. જ્યારે 3,496 કિશોર પોતાના કોઇ ગાર્જિયન સાથે રહેતા હતા. જ્યારે 2,191 બેઘર હતા.
આંકડાઓ અનુસાર 2021 માં દરરોજ કિશોરોની વિરુદ્ધ 85 કરતા વધારે ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા. જ્યારે 100 થી વધારે રોજે રોજ ધરપકડ કરવામાં આવી
કેમ હિંસક બની રહ્યા છે બાળકો?
આના અનેક કારણ છે. વર્ષ 2016 માં એક અભ્યાસ થયો હતો. તેમાં સામે આવ્યું કે, ડ્રગ્સ અને નશાની લત કિશોરોને હિંસક બનાવી રહી છે. આ સ્ટડી ઇસ્ટીટ્યુટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાયન્ડ સાયન્સ (IHBAS) ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકાઇટ્રી અને પુષ્પાવતિ સિંઘાનિયાએ કરી હતી. આ અભ્યાસમાં 500 જેટલા કિશોરો પર કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે, 87 ટકા વધારે કેદી નશાની લતનો શિકાર હતા. આ લોકો એ લોકો હતા જેને ગાંજો અને તંબાકુની લત હતી.
અભ્યાસમાં સામે આવ્યું કે, હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુના કરનારા કિશોરોમાં સાઇકોટ્રોપિક દવાઓનું સેવન સામાન્ય હતું. નશા ઉપરાંત ઓનલાઇન ગેમ, ખાસકરીને માર-ધાડ અને બંદુકબાજી વાળી ગેમ બાળકો અને યુવાનો વચ્ચે હિંસક બનાવી રહી છે. આ વાત એક અભ્યાસમાં પણ સામે આવી હતી. 2019 માં અમેરિકાના મેડિકલ જર્નલ જામા નેટવર્ક ઓપને 220 બાળકો પર એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં સામે આવ્યું હતું કે, જે બાળકો ગન વોયલેંસ વાળા વીડિયો ગેમ રમે છે, તેમાં ગનને પકડવા અને તેની ટ્રિગર બદાવવાની ઇચ્છા વધારે હોય છે.
અભ્યાસ દરમિયાન અડધો ડઝનને ગન વોયલેંસ વાળા વીડિયો ગેમ અને અડધો ડઝન કરતા નોન વાયોલન્ટ વીડિયો ગેમ રમવા માટે આપવામાં આવ્યા. 20 મિનિટ બાદ આ બાળકોને એક રૂમમાં લઇ જવામાં આવ્યાં. જ્યાં જોવામાં આવ્યું કે, જે બાળકોમાં ગન વાયોલન્સ વીડિયો રમી રહ્યા હતા, તેમાંથી 62 ટકા એ તત્કાલ ગન પકડી લીધી જ્યારે જેમણે નોન વાયોલેંટ ગેમ રમી હતી તે પૈકી 44 ટકા બાળકોએ જ ગન પકડી હતી.
ગુનો કરનારા કિશોરો સાથે શું થાય છે?
જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેને કિશોર માનવામાં આવે છે. તેમાં ગુના સાથે જોડાયેલા ગુનાની સુનાવણી કોર્ટમાં નહી પરંતુ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં થાય છે. કિશોર ગુનેગારો અને કિશોરોના કેસને જોતા 22 વર્ષ પહેલા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000 કાયદો લવાયો હતો. આ એક્ટ હેઠલ સમગ્ર દેશમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને જુવેનાઇલ કોર્ટની રચનાકરવામાં આવી. ડિસેમ્બર 2012 માં દિલ્હીનાં નિર્ભયા કાંડ બાદ આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું અને પ્રાવધાન કરવામાં આવ્યું કે, જો 16 વર્ષ અથવા તેના કરતા વધારે ઉંમરનો કોઇ કિશોર જધન્ય અપરાધ કરે છે, તો તેની સાથે વ્યસ્થની જેમ બર્તાવ કરવામાં આવશે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટના અનુસાર જો કોઇ ગુનેગાર કિશોર હોય તો તેને પોલીસ કે જેલ હવાલે ન કરી શકાય. તેને સુરક્ષીત સ્થળ પર રખાય છે અને 24 કલાકની અંદર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજુ કરવામાં આવે ચે. કિશોર જધન્ય અપરાધી હોય તો જુવેનાઇલ બોર્ડ તેની શારીરિક અને માનસિક તપાસ કરે છે.
ફાંસી કે ઉંમર કેદ શક્ય નહી
જુવેનાઇલ બોર્ડ કિશોરને ત્રણ વર્ષ માટે સુધાર ગૃહમાં મોકલે છે. સુધાર ગૃહમાં તેનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે. જો કે જુવેનાઇલ બોર્ડને લાગે છે કે, કિશોરે જે ગુના કર્યા છે ,તેના માટે તેની વિરુદ્ધ વયસ્કની જેમ કેસ ચાલે તો તેને જુવેનાઇલ કોર્ટમાં ટ્રાન્સફર કરાય છે.
જુવેનાઇલ કોર્ટમાં તે કિશોરને વ્યસ્ક માનીને કેસ ચલાવાય છે અને આઇપીસી હેઠળ સજા ફટકારવામાં આવે છે. જો કે કોઇ પણ સ્થિતિમાં તેના મોતની સજા અથવા ઉંમર કેદની સજા ફટકારી શકાય નહી. એટલું જ નહી જધન્ય ગુનામાં દોષિત મળ્યા બાદ પણ કિશોરને જેલમાં નથી રાખવામાં આવતા. તેને 21 વર્ષની ઉંમર થતા સુધી સુધારા ગૃહમાં પણ રાખવામાં આવે છે અને 21 ની ઉંમર બાદ જેલમાં નાખવામાં આવે છે.
ADVERTISEMENT