કોઈને ઉલ્ટી તો કોઈને પેટમાં દુખાવો, ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં એકસાથે 80 મુસાફરોની લથડી તબિયત
Chennai Pune Bharat Gaurav Train: ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં લગભગ 80 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને આ ઘટનાની જાણકારી…
ADVERTISEMENT
Chennai Pune Bharat Gaurav Train: ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં લગભગ 80 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને આ ઘટનાની જાણકારી રાતે લગભગ 10.45 વાગ્યે મળી હતી. આ ટ્રેન એક ખાનગી પાર્ટી દ્વારા ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિત પ્રવાસ માટે બુક કરવામાં આવી હતી. જેમાં લગભગ 1000 મુસાફરો સવાર હતા. અધિકારીઓએ કહ્યું કે, અમને કહેવામાં આવ્યું હતું કે ઘણા મુસાફરોને ચક્કર આવવા, ઉલ્ટી અને ઝાડા, પેટમાં દુખાવો થઈ રહ્યો છે.
ડોક્ટરોની ટીમો પહોંચી પુણે સ્ટેશન
રેલવે હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમ, રૂબી હોલના ડોકટરો અને અન્ય રેલવે અધિકારીઓની સાથે તબીબી સહાય પૂરી પાડવા માટે પુણે સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પુણે રેલવે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અને પીઆરઓ રામદાસ ભીસેએ આ માહિતી આપી છે.
સ્ટેશન પર મુસાફરોની કરાઈ સારવાર
ટ્રેન રાતે 11.25 કલાકે પુણે સ્ટેશન પહોંચી અને મુસાફરોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. પીઆરઓ રામદાસ ભીસેએ કહ્યું કે, “મુસાફરોને ટ્રેન પરથી પ્લેટફોર્મ પર ઉતારી દેવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી. સદનસીબે કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા નહતા. સારવાર બાદ ટ્રેન લગભગ 12.30 વાગ્યે પુણે સ્ટેશનથી તમામ મુસાફરોને લઈને રવાના થઈ હતી.”
ADVERTISEMENT
વાડી રેલવે સ્ટેશન પર આપવામાં આવ્યું હતું જમવાનું
અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રેન ઉપડતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, “ટ્રેનમાં પેન્ટ્રીની કોઈ સુવિધા નહોતી. એવું જાણવા મળ્યું હતું કે મુસાફરોને સોલાપુરથી લગભગ 180 કિમી દૂર વાડી રેલવે સ્ટેશન પર જમવાનું આપવામાં આવ્યું હતું. અમે ભોજનના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે કેટલાક લોકોએ પ્રસાદ સ્વરૂપે ભોજન આપ્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ રેલવે દ્વારા ભોજન પૂરું પાડવામાં આવ્યું ન હતું. જોકે, વધુ તપાસ ચાલી રહી છે.”
ADVERTISEMENT