80 કરોડ લોકોને આગામી એક વર્ષ સુધી મળશે ફ્રી અનાજ, સરકારનો મોટો નિર્ણય
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શુક્રવારે ગરીબોને મફત અનાજ આપવા મુદ્દે કેબિનેટમાં ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કેબિનેટ બેઠકની માહિતી…
ADVERTISEMENT
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શુક્રવારે ગરીબોને મફત અનાજ આપવા મુદ્દે કેબિનેટમાં ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કેબિનેટ બેઠકની માહિતી આપતા જણાવ્યું કે, સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ દેશના 80 કરોડ લોકોને મળનારા મફત અનાજની યોજનાને એક વર્ષ માટે એક્સટેંશન આપ્યું છે. જેના કારણે કેન્દ્ર સરકારને 2 લાખ કરોડ રૂપિયાનો વધારે બોઝ પડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાશન માટે ગરીબોને એક પણ રૂપિયો નહી આપવો પડે. આ યોજના પર સરકાર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે કરી જાહેરાત
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ હેઠળ ચોખા, ઘઉ અને જાડુ અજાન ક્રમશ 3,2,1 રૂપિયા પ્રતિકિલોના દરે આપે છે. સરકારે નિર્ણય લીધો છે કે, ડિસેમ્બર 2023 સુધી આ સંપુર્ણ મફત રહેશે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં સરકારે આ યોજનાની સમયસીમાને ત્રણ મહિના માટે 31 ડિસેમ્બર સુધી વધારી દીધું હતું. કોવિડના સમયે ગરીબોને રાહત પહોંચાડવા માટે આ યોજના લાવવામાં આવી હતી. ગત્ત 28 મહિનામાં સરકારે ગરીબોને મફત રાશન પર 1.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.
ગરીબ કલ્યાણ યોજના હેઠળમાં કોવિડ સંકટ
વડાપ્રધાને ગરીબ કલ્યાણ યોજના હેઠળ માર્ચ 2020 માં કોવિડ સંકટ દરમિયાન આ યોજના લાગુ કરી હતી. આ યોજનાનો લાભ દેશના 80 કરોડ લોકોને મળે છે. જેના હેઠળ બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને પ્રતિ વ્યક્તિ 4 કિલો ઘઉ અને 1 કિલો ચોખા મફત આપવામાં આવે છે. ગત્ત લાંબા સમયથી આ યોજનાને એક્સટેંશન અપાઇ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT