72 વર્ષ જૂનો કાયદો અને લિલી થોમસ કેસ પર ચૂકાદો… આ રીતે Rahul Gandhiનું સંસદ સભ્ય પદ છીનવાયું
નવી દિલ્હી: રાહુલ ગાંધી હવે લોકસભાના સાંસદ નથી. માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. લોકસભા સચિવાલયે તેનું જાહેરનામું બહાર પાડ્યું…
ADVERTISEMENT
નવી દિલ્હી: રાહુલ ગાંધી હવે લોકસભાના સાંસદ નથી. માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. લોકસભા સચિવાલયે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે. એક દિવસ પહેલા સુરત કોર્ટે રાહુલને ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા સંભળાવી હતી. જો કે તેમને તરત જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. ‘મોદી અટક’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીને સજા મળ્યા બાદ જ તેમના સાંસદ પદ પર મુશ્કેલી આવી ગઈ હતી. શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી સંસદસભ્ય હતા. 2019ની ચૂંટણીમાં રાહુલ અમેઠી અને વાયનાડ સીટ પરથી ઉભા હતા. અમેઠીમાં તેમનો પરાજય થયો, પરંતુ વાયનાડમાં મોટો વિજય થયો. વાયનાડમાં, રાહુલ ગાંધીએ 2019માં 65 ટકા મત મેળવ્યા હતા.
જનપ્રતિનિધિત્વ કાયદો શું કહે છે?
ADVERTISEMENT
- જનપ્રતિનિધિત્વ કાયદો 1951માં આવ્યો હતો. આ કાયદાની કલમ 8 માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય ગુનાહિત કેસમાં દોષિત ઠરે છે, તો તે દોષિત ઠરેલા દિવસથી આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
- કલમ 8(1) એ એવા અપરાધોનો ઉલ્લેખ કરે છે કે જેમાં દોષિત ઠેરવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આ અંતર્ગત બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, બળાત્કાર જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી શકશે નહીં. જોકે, આમાં માનહાનિનો કોઈ ઉલ્લેખ નથી.
- ગત વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને તેમનું ધારાસભ્યપદ ગુમાવ્યું હતું. કારણ કે તેમને હેટ સ્પીચના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
- આ કાયદાની કલમ 8(3)માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ કે ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુ સજા થાય છે, તો તેમની સદસ્યતા તરત જ ખતમ થઈ જાય છે અને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.
લીલી થોમસવાળા ચૂકાદાના કારણે રાહુલ ગાંધીની સદસ્યતા તરત ગઈ?
- 2005માં કેરળના વકીલ લીલી થોમસ અને લોકપ્રહરી નામની NGOના જનરલ સેક્રેટરી એસએન શુક્લા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
- આ અરજીમાં જનપ્રતિનિધિત્વની કલમ 8(4)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે આ કલમ દોષિત સાંસદો-ધારાસભ્યોની સદસ્યતાનું રક્ષણ કરે છે, કારણ કે આ હેઠળ, જો ઉચ્ચ અદાલતમાં કેસ પડતર હોય, તો તેમને ગેરલાયક ઠેરવી શકાય નહીં.
- આ અરજીમાં તેમણે સંવિધાનના અનુચ્છેદ 102 (1) અને 191(1)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ 102(1)માં સાંસદ અને 191 (1)માં વિધાનસભામાં અથવા વિધાન પરિષદમાં ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે.
- 10 જુલાઈ, 2010ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે પટનાયક અને જસ્ટિસ એસ.જે. મુખોપાધ્યાયની બેન્ચે આ અંગે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર પાસે કલમ 8(4) લાગુ કરવાની સત્તા નથી.
- સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વર્તમાન સાંસદ અથવા ધારાસભ્ય દોષિત ઠરે છે, તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(1), 8(2) અને 8(3) હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવશે.
ADVERTISEMENT