રાજસ્થાનમાં નાની મોટી હિંસા વચ્ચે શાંતિપુર્ણ રીતે 70 ટકા મતદાન, કોંગ્રેસ-BJP બંન્નેના જીતના દાવા
Rajasthan Assembly election 2023 : રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટો માટે શનિવારે 70 ટકાથી વધારે મતદાન થયું. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હોવાનું વિવિધ…
ADVERTISEMENT
Rajasthan Assembly election 2023 : રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટો માટે શનિવારે 70 ટકાથી વધારે મતદાન થયું. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હોવાનું વિવિધ સર્વેમાં દાવા કરવામાં આવ્યો છે. બંન્ને દળના નેતાઓ પોતાની તમામ શક્તિ રાજસ્થાનમાં ઝોકી દીધી છે. બંન્ને દળના નેતાઓ પોત-પોતાની પાર્ટીને જનાદેશ મળવાની આશા પણ વ્યક્ત કરી ચુક્યા છે. અધિકારીઓના અનુસાર હિંસાની નાની-મોટી ઘટનાઓને બાદ કરતા મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. વર્ષ 2018 ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં કુલ મતદાનનું પ્રમાણ 74.06 ટકા રહ્યું હતું.
કોંગ્રેસ-ભાજપ બંન્ને માટે પોતપોતાની જીતના દાવા
કોંગ્રેસ અને ભાજપના નેતાઓના દિવસે મીડિયા સાથે વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમની પાર્ટીને જનાદેશ મળશે. મુખ્યમંત્રી ગહલોતે જોધપુરમાં કહ્યું કે, કોંગ્રેસ વિરુદ્ધ કોઇ સત્તા વિરોધી લહેર નથી અને પાર્ટી રાજ્યમાં ફરીથી સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે, કોઇ અંડરકરન્ટ છે. એવું લાગે છે કે, કોંગ્રેસ સરકાર ફરી બનવા જઇ રહી છે અને ઇતિહાસ રચવા જઇ રહી છે.
વસુંધરાએ કહ્યું કમળ ખીલશે
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડમાં પત્રકારોને જણાવ્યું કે, ગહલોત અંડરકરંટની વાતો કરી રહ્યા છે. હું તેમની સાથે સંમત છું. વાસ્તમાં અંડર કરંટ છે પરંતુ આ ભાજપના પક્ષમાં છે. ત્રણ ડિસેમ્બરે કમલ (ભાજપનું ચૂંટણી ચિન્હ) ખિલશે.
ADVERTISEMENT
અનેક દિગ્ગજોએ મતદાન કર્યું
મતદાન દરમિયાન રાજ્યપાલ કલરાજ મિશ્ર, મુખ્યમંત્રી ગહલોત, કેન્દ્રીય મંત્રી શેખાવત અને કૈલાશ ચૌધરી, પૂર્વ મુખ્યમંત્રી રાજે અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટે પણ મતદાન કર્યું. ગહલોત અને શેખાવતે જોધપુરમાં, ચૌધરી બાલોતરામાં, રાજે ઝાલાવાડમાં અને પાયલટે જયપુરમાં મતદાન કર્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ ચિતૌડગઢમાં પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો અને પાર્ટી સાંસદ દીયા કુમારી તથા રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુરમાં મતદાન કર્યું.
ADVERTISEMENT