69th National Film Awards: આલિયા,કૃતિ, પંકજ ત્રિપાઠીને નેશનલ એવોર્ડ

ADVERTISEMENT

Nation Award 2023 list
Nation Award 2023 list
social share
google news

મુંબઇ : 69 મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત બાદ 17 ઓક્ટોબરે દિલ્હીમાં તમામ વિનર્સને આ એવોર્ડ આપવામાં આવ્યા. આ કાર્યક્રમ માટે આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન કેપિટલ સિટી પહોંચ્યા. ત્રણેય સ્ટાર્સને તેમની એક્ટિંગ માટે આ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. બીજી તરફ અલ્લુ અર્જૂન પહેલા એવા સાઉથ એક્ટર રહ્યા જેને નેશનલ એવોર્ડ મળ્યો.

નેશનલ એવોર્ડ દરમિયાન અનેક દિગ્ગજ સિતારાઓ ત્યાં હાજર રહ્યા હતા. સાથે જ અલ્લુ અર્જૂન પણ આ સેરેમનીનો હિસ્સો બન્યા હતા.આ પ્રસંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ફિલ્મ જગતમાં પોતાના યોગદાન માટે તેમને દેશના સૌથી મોટા એવોર્ડથી નવાજવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું શાલ ઓઢાડી સાથે એવોર્ડ આપ્યો. આ પ્રસંગે વિજ્ઞાન ભવનમાં બેઠેલા તમામ દિગ્ગજોએ ઉભા થઇને તાળીઓથી વાહીદા રહેમાનનું સ્વાગત કર્યું. સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંઝી ઉઠ્યો હતો.

ગંગુબાઇ કાઠીયાવાડીનો દબદબો

આલિયા ભટ્ટને 2022 માં આવેલી ગંગુબાઇ કાઠીયાવાડી માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ અપાયો હતો. ફિલ્મ એક સત્ય કથા પર આધારિત છે. જ્યાં આલિયાએ ગંગુબાઇ હરજીવનદાસનું પાત્ર નિભાવ્યું હતું જે મજબુરીમાં દેહવ્યાપારનો શિકાર બની છે. આ ફિલ્મને વિદેશમાં પણ ખુબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ બોક્સ ઓફીસ પર પણ સુપરહીટ રહી હતી. ફિલ્મના ગીતો પણ ઘણા લોકપ્રિય થયા હતા.

ADVERTISEMENT

ઇવેન્ટમાં આલિયા પતિ રણબીર કપુર સાથે પહોંચી હતી. આ પ્રસંગે આલિયાએ પોતાના લગ્નમાં પહેરેલી જ સાડી પહેરી હતી. આ લુકમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. નેશનલ એવોર્ડ સેરેમનીમાં વહીદા રહેમાન પણ હાજર હતા. જેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મિમીએ લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું

કૃતિ સેનને વર્ષ 2021 માં રિલીઝ થયેલી ફિલ્મ મિમી માટે બેસ્ટ એક્ટ્રેસનું સન્માન આપવામાં આવ્યું. અભિનેત્રીના સુંદર અભિનયના કારણે આલિયા કે કૃતીમાંથી એકને પસંદ કરવી જ્યુરી મેમ્બર્સ માટે ખુબ જ મુશ્કેલ હતું. આ ફિલ્મમાં કૃતિ સેનને એક સરોગેટ મધરનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં માં-પુત્રીની ખુબ જ ઇમોશન કંસેપ્ટ પર બનેલી છે. આ ઇવેન્ટ માટે કૃતીએ બ્લૂ-વ્હાઇટ રંગની મલ્ટીકલર સાડીની પસંદગી કરી છે.

ADVERTISEMENT

પંકજને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે પસંદગી

મિમી ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેની પસંદગી થઇ હતી. ઇવેન્ટમાં પહોંચેલા પંકજે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ મારો બીજો નેશનલ એવોર્ડ છું. હું હાલ ભાવ શૂન્ય છું. મે માત્ર ઇમાનદારીથી મહેનત કરી છે. બાકી બધુ થતું રહ્યું છે. મારુ અડધુ જીવન ગામમાં પસાર થયું, અડધું અર્બનમાં પસાર થયું. જેથી મને કોઇ પણ પાત્ર સાથે રિલેટ થવામાં ખુબ જ મદદ મળે છે.

ADVERTISEMENT

સાઉથના નામે બેસ્ટ એક્ટર મેલનો એવોર્ડ

બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ સાઉથના મોસ્ટ પોપ્યુલર એક્ટર અલ્લૂ અર્જૂનને મળ્યો છે. તેમણે ફિલ્મ પુષ્પા માટે આ સન્માનથી નવાજમાં આવ્યા હતા. સાઉથ સિનેમાના પહેલા એક્ટર છે જેમને નેશનલ બેસ્ટ એક્ટરનો ખિતાબ મળ્યો હોય. કરણ જોહરની શેરશાહ ફિલ્મ માટે એવોર્ડ અપાયો. આ ફિલ્મને સ્પેશિયલ જ્યુરીએ એવોર્ડ અપાયો. આ સાથે સિંગર શ્રેયા ઘોષાલને પાંચમી વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે પલ્લવી જોશીને કાશ્મીર ફાઇલ્સ માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓની યાદી

બેસ્ટ મિશિંગ ફિલ્મ – બૂમ્બા રાઇડ
બેસ્ટ હિંદી ફિલ્મ – સરદાર ઉધમ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ – લાસ્ટ શો
બેસ્ટ કન્નડ ફિલ્મ – 777 ચાર્લી
બેસ્ટ મૈથિલી ફિલ્મ -સમાનાંતર
બેસ્ટ મરાઠી ફિલ્મ – એકદા કાંય ઝાલા
બેસ્ટ મલયાલમ ફિલ્મ – હોમ
બેસ્ટ મિતેલિયન ફિલ્મ – eikhoigi
બેસ્ટ ઉડિયા ફિલ્મ – પ્રતિક્ષા
બેસ્ટ તમિલ ફિલ્મ – Kadaisi Vivasayi
બેસ્ટ તેલુગુ ફિલ્મ – Uppena
બેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ – RRR
બેસ્ટ કોરિયોગ્રાફી – RRR
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ – RRR
સ્પેશિયલ જુરી એવોર્ડ – શેરશાહ
બેસ્ટ લિરિક્સ – કોંડા પોલમ
બેસ્ટ મ્યૂઝીક ડાયરેક્શન – પુષ્પા ધ રાઇઝ
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ – ગંગુબાઇ કાઠિયાવાડી (પ્રીતિશીલ સિંહ ડિસોઝા)
બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનર – સરદાર ઉધમ (વીરા કપુર)
બેસ્ટ એડિટિંગ – ગંગુબાઇ કાઠીયાવાડી (સંજય લીલા ભણસાલી)
બેસ્ટ સ્ક્રીનપ્લે – ગંગુબાઇ કાઠીયાવાડી
બેસ્ટ ડાયલોગ રાઇટર – ગંગુબાઇ કાઠીયાવાડી
બેસ્ટ સિનેમેટોગ્રાફી – સરદાર ઉધમ
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર – શ્રેયા ઘોષાલ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર – કાલ ભૈરવ
બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ – છેલ્લો શો
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – પંકજ ત્રિપાઠી (મિમી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – પલ્લવી જોશી ( ધ કાશ્મીર ફાઇલ)
બેસ્ટ એક્ટ્રેસ – આલિયા ભટ્ટ (ગંગુબાઇ કાઠીયાવાડી), કૃતિ સેનન (મિમી)
બેસ્ટ એક્ટર – અલ્લૂ અર્જૂન (પુષ્પા ધ રાઇઝ)
બેસ્ટ ડાયરેક્શન – ગોદાવરી
બેસ્ટ હિંદી ફિલ્મ – સરદાર ઉધમ (વિક્કી કૌશલ)
બેસ્ટ ફિચર ફિલ્મ – રોકેટ્રી ધ નંબી ઇફેક્ટ (આર.માધવન)

    follow whatsapp

    ADVERTISEMENT