બિહારમાં 63% OBC, 15.2% જનરલ, કયા વર્ગની કેટલી હિસ્સેદારી? જાતીગત વસ્તી ગણતરીના 10 ફેક્ટ
નવી દિલ્હી : બિહાર સરકારે ગત્ત દિવસોમાં રાજ્યની વસ્તીગણતરી કરાવી હતી. અપર મુખ્ય સચિવ વિવેક કુમારસિંહે સોમવારે જાતિગત વસ્તીગણતરીના આંકડા જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું…
ADVERTISEMENT
નવી દિલ્હી : બિહાર સરકારે ગત્ત દિવસોમાં રાજ્યની વસ્તીગણતરી કરાવી હતી. અપર મુખ્ય સચિવ વિવેક કુમારસિંહે સોમવારે જાતિગત વસ્તીગણતરીના આંકડા જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું કે, બિહારમાં હાલની વસ્તી 13 કરોડ કરતા વધારે છે.
બિહારની નીતીશ સરકારે જાતી આધારિત આંકડા જાહેર કર્યા છે
બિહારની નીતીશ સરકારે જાતિગત જનગણનાના આંકડા ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે. બિહારમાં કુલ 13 કરોડથી વધારેની વસ્તી છે. તેમાંથી સૌથી વધારે 63 % ઓબીસી (27 % પછાત+ 36 % અત્યંત પછાત) વર્ગની વસ્તી છે. ત્યાર બાદ બિહારમાં SC વર્ગની 19 % વસ્તી છે. આવો જાણીએ કે જાતિગત વસ્તીગણતરીના 10 મોટા ફેક્ટ
10 મહત્વના મુદ્દા જે ઉડીને આંખે વળગે…
ADVERTISEMENT
1. બિહારમાં કુલ વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 છે.
2. બિહારમાં 27 % ઓબીસી (પછાત વર્ગ) છે.
3. રાજ્યમાં અત્યંત પછાત વર્ગની વસ્તી 36 % છે
4. બિહારમાં SC વર્ગની વસ્તી 19 % છે
5. અનુસૂચિત જનજાતી એટલે કે ST વર્ગની વસ્તી 1.68 % છે
6.બિહારમાં અનારક્ષીત (જનરલ) પ્રમાણ 15.52 % છે
7. બ્રાહ્મણોની વસ્તી 3.66 % છે.
8. બિહારમાં ભૂમિહારની વસ્તી 2.86 ટકા છે. બિહારમાં યાદવોની વસ્તી 14 ટકા છે.
9. બિહારમાં કુર્મી સમુદાયની વસ્તી 2.87 %, મુસહરની વસ્તી 3 ટકા છે.
10. બિહારમાં રાજપુતોની વસ્તી 3.45 % છે.
ADVERTISEMENT