પુંછ-રાજોરી સેક્ટરમાં આતંકવાદીઓ છુપાયાની આશંકા, ડ્રોન-હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીર: રાજ્યના પુંછ વિસ્તારમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આ હુમલાનો બદલો લેવા માટે રાજ્ય પોલીસની સાથે સેનાએ પોતાની કાર્યવાહી…
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીર: રાજ્યના પુંછ વિસ્તારમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આ હુમલાનો બદલો લેવા માટે રાજ્ય પોલીસની સાથે સેનાએ પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સેનાને આ વિસ્તારમાં સાત આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે અને તેના માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે આ ઓપરેશન દ્વારા સેના એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેમના રડારમાંથી કોઈ આતંકવાદી ભાગી ન જાય. સરહદ પર શકમંદોની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
આ સર્ચ ઓપરેશન ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સેના દ્વારા શંકાસ્પદ વિસ્તારોનો નાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું છે. ગઈકાલે જ્યાં સેનાના વાહનને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો તેની આસપાસના વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
સેના પાસે છે ઈનપુટ
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ પુંછ સેક્ટરમાં બે સક્રિય આતંકવાદી જૂથોના 7 આતંકવાદીઓની હાજરી વિશે ઈનપુટ છે. આ પાકિસ્તાની આતંકવાદી જૂથ ભારતીય સેનાના વાહન પર હુમલો કરવામાં સામેલ હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ ડ્રોન અને સર્વેલન્સ હેલિકોપ્ટર સાથે અનેક વિશેષ દળોની ટીમો બનાવી છે, જે સંભવિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે શંકાસ્પદ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઓપરેશનમાં સેના, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સહિત સુરક્ષા દળો સામેલ છે.
ADVERTISEMENT
આતંકવાદી હુમલો ગુરુવારે થયો હતો.આપને જણાવી દઈએ કે ગુરુવારે પુંછમાં જે ટ્રક પર સેનાના જવાનો સવાર હતા તેના પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા, ત્યારબાદ ત્રણ બાજુથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રકની ઈંધણની ટાંકીમાં આગ લાગી હતી અને 5 જવાન સળગીને મૃત્યુ પામ્યા હતા. આતંકવાદીઓએ બપોરે લગભગ 3 વાગે સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો. આ હુમલો ભીમ્બર ગલી વિસ્તાર પાસે થયો હતો જે બાદ ટ્રકમાં આગ લાગી હતી. સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ જવાનો આ ઘટનામાં શહીદ થયા છે.
રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવવામાં આવી હતી
આ હુમલો રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો પર થયો હતો. આ એકમ છે જે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડત આપે છે. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન ઓલઆઉટ’ ચાલી રહ્યું છે. જે રાષ્ટ્રીય રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના નામ હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકૃષ્ણ સિંહ અને સિપાહી સેવક સિંહ છે. આ તમામ રાષ્ટ્રીય રાઈફલ્સના સૈનિકો હતા.
ADVERTISEMENT
આ આતંકી સંગઠને લીધી હતી જવાબદારી
પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)એ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. તેને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું સમર્થિત સંગઠન જણાવવામાં આવી રહ્યું છે. PAFF જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠન છે. પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ 2019 માં જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઉભરી આવ્યું હતું. ત્યારથી તે દેશભરમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરી રહ્યું છે. તે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આ સંગઠન 2019માં જ પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. PAFF એ સમય સમય પર સેના અને સરકારને ઘણી ધમકીઓ પણ આપી છે. વર્ષ 2020માં, સંગઠને કાશ્મીરમાં ઈઝરાયેલ દ્વારા બે શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપવાની ધમકી આપતો એક વીડિયો જારી કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસે સૈન્ય એકમોને એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં સરહદ પરથી ઘૂસણખોરીમાં વધારો થવાની આશંકા છે. તેનું કારણ કાશ્મીરમાં યોજાનારી G20 સમિટને આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT