શાતિર મહિલા ચોરે મોલમાં 'કાંડ' કરીને કમાયા 5 કરોડ, એક ભૂલે ધકેલી દીધી જેલના સળીયા પાછળ

ADVERTISEMENT

Weird News
શાતિર મહિલા ચોર
social share
google news

Weird News : જો તમને લાગે છે કે ચોરી ફક્ત ભારતમાં થાય છે અથવા ફક્ત અહીં જ લોકો દુકાનોમાંથી સામાન અથવા કપડાં ચોરી કરે છે, તો તમે ખોટા છો. કેટલાક ચોર તો એવા પણ હોય છે જેઓ વિદેશમાં જઈને ચોરીને અંજામ આપે છે, જેની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ભારતીય મૂળની એક મહિલાએ વિદેશમાં એવી ચોરીને અંજામ આપ્યો છે, જેના વિશે સાંભળીને બધા ચોંકી ગયા છે. માનવું મુશ્કેલ છે કે આ મહિલા મૉલમાં જઈને 'કાંડ' કરતી હતી અને થોડા સમયમાં જ તેણે કરોડો રૂપિયા ફ્રીમાં કમાઈ લીધા. 

મહિલા પર કરોડોની ચોરીનો આરોપ

આ કેસ દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડનો છે, જ્યાં ચોરી કરવાના આરોપમાં એક મહિલાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નિરિન્દર કૌર ઉર્ફે નીના ટિયારા નામની 54 વર્ષીય મહિલા છેતરપિંડી અને મની લોન્ડરિંગ સહિત 26 કેસમાં દોષીત સાબિત થઈ છે. મહિલા પર કરોડોની ચોરીનો પણ આરોપ છે.

1000 દુકાનોને બનાવી નિશાન

એવું કહેવામાં આવી રહ્યું છે કે 54 વર્ષીય નિરિન્દર કૌરે ચોરીને પોતાનો બિઝનેસ બનાવી લીધો હતો. તેણે યુ.કે.માં દુકાનોને દગો આપીને તેમાંથી ચોરી કરેલી વસ્તુઓનું જ રિફંડ લઈ લીધું. ચાર વર્ષ દરમિયાન આ મહિલાએ ડેબેનહેમ્સ, જ્હોન લેવિસ, મોનસૂન, હાઉસ ઓફ ફ્રેઝર અને ટીકે મેક્સ સહિત સંખ્યાબંધ આઉટલેટ્સને નિશાન બનાવ્યા. એવું કહેવામાં આવ્યું છે કે મહિલા 1,000થી વધુ દુકાનો અને આઉટલેટ્સને નિશાન બનાવી ચૂકી છે.

ADVERTISEMENT

કરોડોનો સામાન ચોરી લીધો

મહિલા સામાન ચોરી કર્યા બાદ આ સામાનને પરત કરવા પહોંચી જતી હતી અને બદલામાં પૈસા પણ લેતી હતી. આ રીતે તેણે   £500,000  (લગભગ 5,09,65,000 રૂપિયા )ના કપડાં અથવા અન્ય સામાનની ચોરી કરી. મહિલા વિશે એવું કહેવાય છે કે તે ખૂબ જ હોશિયાર મહિલા છે. તેણે દેશભરમાં ગુના કર્યા છે.  હવે કોર્ટે આ મહિલાને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT