5 વર્ષની બાળકી રડતા માતાએ ફોન આપી દીધો, છોકરીએ ઓનલાઈન 2.47 લાખના રમકડાં ઓર્ડર કરી નાખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

આજકાલ બાળકોમાં સ્માર્ટફોન વાપરવાનો ક્રેઝ વધી ગયો છે. બાળક 1-2 વર્ષનું થાય ત્યારથી જ માતા-પિતાનો ફોન વાપરતું થઈ જાય છે. મા-બાપ પણ ક્યારેક બાળકને ફોન આપી દેતા હોય છે. પરંતુ નાના બાળકને ફોન આપતા માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં 5 વર્ષની એક બાળકીએ મોબાઈલમાંથી ઓનલાઈન શોપિંગ કરી નાખી. આ શોપિંગ 1-2 હજારની નહીં પરંતુ 2.47 લાખની છે.

કારમાં જતા સમયે બાળકી રડી રહી હતીવાસ્તવમાં, આ મામલો અમેરિકાના મેસેચ્યુસેટ્સનો છે, જ્યાં એક મહિલા જે તેની 5 વર્ષની પુત્રી સાથે કારમાં ઘરે પરત ફરી રહી હતી, તેણે પોતાનો મોબાઈલ ફોન પોતાની રડતી દીકરીને એ વિચારીને સોંપી દીધો કે તે કારમાં શાંત રહેશે. પરંતુ જેસિકા ન્યૂન્સને ખ્યાલ ન હતો કે તેની નાની પુત્રી Amazon પરથી પોતાના માટે લાખો રૂપિયાની ઓનલાઈન ખરીદી કરવા માટે તેના ફોનનો ઉપયોગ કરી શકે છે. ટેલિવિઝન ચેનલ WJARના એક અહેવાલ અનુસાર, લીલા નામની 5 વર્ષની બાળકીએ ગયા મહિને તેની માતાના એકાઉન્ટમાંથી એમેઝોન પર $ 3,000 (રૂ. 2.47 લાખ)ની વસ્તુ ઓર્ડક કરી નાખી. તેના શોપિંગ કાર્ટમાં ઘણા બધા રમકડાં અને 10 જોડી કાઉગર્લ શૂઝ હતાં.

દીકરીએ ઓનલાઈન રમકડાં મગાવી દીધા
લીલાની માતા, ન્યૂન્સે NBC 10 ન્યૂઝને જણાવ્યું કે, જ્યારે તેણે એમેઝોન ઓર્ડરની હિસ્ટ્રી તપાસી ત્યારે તેના એકાઉન્ટમાંથી કોઈએ 10 બાઈક, એક જીપ અને 7 નંબરના 10 જોડી કાઉગર્લ બૂટનો ઓર્ડર આપી દીધો હતો. આ દરમિયાન ઓર્ડર કરાયેલ બાઇક અને જીપની કિંમત લગભગ $3,180 હતી, જ્યારે બુટની કિંમત લગભગ $600 હતી.

ADVERTISEMENT

કંપનીએ અડધો ઓર્ડર કેન્સલ કરી આપ્યો
મહિલા તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેના ખાતામાંથી લગભગ અઢી લાખ રૂપિયાની વસ્તુઓ ઓર્ડર થઈ ગઈ હતી. જેવી મહિલાને ખબર પડી કે તેની પુત્રીએ આ બધું કર્યું છે, તેણે તરત જ કંપનીને ફોન કર્યો અને તરત જ અડધો ઓર્ડર કેન્સલ કરાવ્યો. આ મહિલાની વિનંતી પર, કંપનીએ અડધો ઓર્ડર રદ કર્યો પરંતુ બાકીનો અડધો ઓર્ડર રદ થયો નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT