Heart Attack News: 5 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, માતા પાસે બેસીને ફોનમાં કાર્ટૂન જોતા જોતા ઢળી પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Heart Attack News: ઉત્તર પ્રદેશના અમરોહામાં 5 વર્ષની બાળકી તેની માતા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી. મોબાઈલ ફોન તેના હાથમાંથી સરકીને જમીન પર પડી ગયો અને બાળકીનું મોત થઈ ગયું. ગભરાયેલો પરિવાર દીકરીને ગામના ડૉક્ટર પાસે લઈ ગયો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવે છે.

બાળકી ફોનમાં કાર્ટૂન જોઈ રહી હતી

મામલો હસનપુર વિસ્તારના હાથિયાખેડા ગામનો છે. જ્યાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાના આસપાસ મહેશ ખડગવંશીની 5 વર્ષની પુત્રી કામિની પથારીમાં બેઠી હતી. તે માતા સોનિયા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી. અચાનક કામિનીના હાથમાંથી મોબાઈલ સરકી ગયો અને જમીન પર પડ્યો.

પહેલા તો સોનિયાને લાગ્યું કે તે આવું જાણી જોઈને કરી રહી છે. પરંતુ જ્યારે તેણે તેને હલાવી, ત્યારે તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. આ જોઈને માતાએ બૂમો પાડી. પરિવારજનો અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેને તાત્કાલિક ગામના ડોક્ટરને બતાવી. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

ADVERTISEMENT

30 જાન્યુઆરીએ તેનો 5મો જન્મદિવસ હતો

ઘટના બાદ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવે છે. પરિવાર શનિવારે સવારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ગંગાઘાટ લઈ ગયો હતો. કામિની તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી. તેૉનો પાંચમો જન્મદિવસ 30 જાન્યુઆરીએ ઉજવવાનો હતો.

માતાનું કહેવું છે કે, પુત્રી પથારીમાં બેસીને મોબાઈલમાં કાર્ટૂન જોઈ રહી હતી. અચાનક તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો. માત્ર 5 વર્ષની વયે આકસ્મિક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. સોનિયા કહે છે કે, દીકરી સંપૂર્ણ સ્વસ્થ હતી. શુક્રવારે મોડી સાંજ સુધી રમ્યા બાદ તેણે રાત્રે ભોજન કર્યું હતું.

ADVERTISEMENT

પોસ્ટમોર્ટમ બાદ જ કારણ જાણી શકાશે

બાળકીના નિધન પર ડૉ.સત્યપાલ સિંહે ફોન પર વાતચીતમાં જણાવ્યું કે, જે રીતે ઘટનાની જાણ કરવામાં આવી રહી છે કે બાળકીનું અચાનક મૃત્યુ થયું છે, તે હાર્ટ એટેકના કારણે હોઈ શકે છે. પરંતુ પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ જાણી શકાયું હોત. જે હવે શક્ય નથી. હાલમાં પરિવારના સભ્યો જે કહી રહ્યા છે તેના પર જ વિશ્વાસ કરી શકાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT