ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, કેદારનાથ યાત્રા માર્ગ પર લેન્ડ સ્લાઈડથી 3 ગુજરાતીઓ સહિત 5 શ્રદ્ધાળુના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તરાખંડ: રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કાટમાળ નીચે ગુજરાતના ત્રણ શ્રદ્ધાળુઓ સહિત પાંચ લોકો દટાઈ જતા તેમના મોત નિપજ્યા છે. બીજી તરફ, રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લોકોને અને ખાસ કરીને પ્રવાસીઓને આગામી કેટલાક દિવસો દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. સીએમ ધામીએ શુક્રવારે વરસાદથી પ્રભાવિત કોટદ્વાર વિસ્તારનું ગ્રાઉન્ડ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં ટૂંક સમયમાં કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો.

ગુરુવારે રાત્રે ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પર ફાટા નજીક તરસાલી ખાતે ભૂસ્ખલનથી રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જવાના માર્ગ પરનો 60 મીટર રસ્તો ધોવાઈ ગયો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કારણે તીર્થયાત્રીઓની સ્વિફ્ટ ડિઝાયર કાર કાટમાળમાં દટાઈ જતા 5 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા.

ADVERTISEMENT

પોલીસે જણાવ્યું હતું કે, ભૂસ્ખલનના કાટમાળ નીચે એક કાર દટાઈ ગઈ હોવાની માહિતી મળ્યા બાદ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ટીમે ગુરુવારે રાત્રે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. જો કે વરસાદના કારણે રાહત અભિયાન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. શુક્રવારે સવારે વરસાદ બંધ થયા બાદ પથ્થર હટાવવામાં આવ્યા ત્યારે કાટમાળ નીચે દટાયેલી કારની અંદરથી પાંચ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ફાટાથી સોનપ્રયાગ તરફ જઈ રહેલી કાર પહાડ પરથી ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી.

તીર્થયાત્રીઓને લઈ જતી કાર કેદારનાથ જઈ રહી હતી ત્યારે ફાટા અને સોનપ્રયાગ વચ્ચે પર્વત પરથી પડતા પથ્થરો સાથે અથડાઈ હતી. ક્ષતિગ્રસ્ત રોડનું સમારકામ ચાલુ છે અને વાહનવ્યવહાર સ્થગિત છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

મૃતકોની ઓળખ
રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, શુક્રવારે જ્યારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી ત્યારે ભૂસ્ખલનના કાટમાળમાંથી સ્વિફ્ટ ડિઝાયર કાર અને મૃતદેહોના બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ ગુજરાતના જીગર આર. મોદી, મહેશ દેસાઈ, પરીક દિવ્યાંશ, હરિદ્વારના રહેવાસી મિન્ટુ કુમાર અને મનીષ કુમાર તરીકે થઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT