દેશના 4001 ધારાસભ્યો પાસે આ 3 રાજ્યોના બજેટથી પણ વધુ સંપત્તિ, BJPથી પણ અમીર કોંગ્રેસ-YSRCPના MLA
‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) અને ‘નેશનલ ઇલેક્શન વોચ’ (NEW) એ દેશના વર્તમાન ધારાસભ્યોની સંપત્તિ અંગે ચોંકાવનારી માહિતી આપી છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર, કુલ…
ADVERTISEMENT
‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) અને ‘નેશનલ ઇલેક્શન વોચ’ (NEW) એ દેશના વર્તમાન ધારાસભ્યોની સંપત્તિ અંગે ચોંકાવનારી માહિતી આપી છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર, કુલ 4033 ધારાસભ્યોમાંથી 4001 પાસે કુલ 54,545 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રોપર્ટી ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમના 2023-24ના વાર્ષિક બજેટ કરતા ઘણી વધારે છે. પીટીઆઈના અહેવાલ મુજબ આ રાજ્યોનું સંયુક્ત વાર્ષિક બજેટ 49,103 કરોડ રૂપિયા છે. નાગાલેન્ડનું વર્ષ 2023-24નું બજેટ રૂ. 23,086 કરોડ, મિઝોરમનું બજેટ રૂ. 14,210 કરોડ અને સિક્કિમનું બજેટ રૂ. 11,807 કરોડ છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, ADR અને NEWએ ચૂંટણી પહેલા ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટના અભ્યાસના આધારે આ આંકડાઓ તૈયાર કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 4033 ધારાસભ્યોમાંથી 4001ના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર દરેક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ 13.63 કરોડ રૂપિયા છે.
YSRCP ધારાસભ્યો પાસે સરેરાશ 23.14 કરોડની સંપત્તિ
પીટીઆઈના અહેવાલ મુજબ ભાજપના 1356 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 11.97 કરોડ રૂપિયા છે, કોંગ્રેસના 719 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 21.97 કરોડ રૂપિયા છે, તૃણમૂલ કોંગ્રેસના 227 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 3.51 કરોડ રૂપિયા છે, આમ આદમી પાર્ટીના 161 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 10.20 કરોડ રૂપિયા છે અને યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના 146 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 23.14 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
બીજી તરફ, કુલ સંપત્તિની વાત કરીએ તો, ભાજપના ધારાસભ્યો પાસે કુલ 16,234 કરોડ રૂપિયાની સંપત્તિ છે, કોંગ્રેસના ધારાસભ્યો પાસે કુલ 15,798 કરોડ રૂપિયાની સંપત્તિ છે, YSR કોંગ્રેસના ધારાસભ્યોની પાસે કુલ રૂપિયા 3,379 કરોડની સંપત્તિ છે, ડીએમકેના 131 ધારાસભ્યોની કુલ સંપત્તિ 1,663 કરોડ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની કુલ સંપત્તિ 1,642 કરોડ રૂપિયા છે.
કર્ણાટકના ધારાસભ્ય 21 રાજ્યોમાં સૌથી ધનિક છે
પીટીઆઈના અહેવાલ મુજબ કર્ણાટકના ધારાસભ્યોની કુલ સંપત્તિ 21 અન્ય રાજ્યોના તમામ ધારાસભ્યોની કુલ સંપત્તિ, 13,976 કરોડ રૂપિયાથી વધુ છે. કર્ણાટકના ધારાસભ્યોની કુલ સંપત્તિ 14,359 કરોડ રૂપિયા છે. જે રાજ્યોના તમામ ધારાસભ્યોની કુલ સંપત્તિ (223) કર્ણાટકના ધારાસભ્યો કરતા ઓછી છે તેમાં રાજસ્થાન, પંજાબ, અરુણાચલ પ્રદેશ, બિહાર, દિલ્હી, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, બંગાળ, ગોવા, મેઘાલય, ઓડિશા, આસામ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, કેરળ , પુડુચેરી, ઝારખંડ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા છે.
ADVERTISEMENT
કયા રાજ્યના કેટલા ધારાસભ્યો પાસે કેટલી મિલકત છે
રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર (288 માંથી 284) પાસે રૂ. 6,679 કરોડની સંપત્તિ છે, આંધ્રપ્રદેશ (175માંથી 174) પાસે રૂ. 4,914 કરોડની સંપત્તિ છે. જ્યારે યુપી (403) ધારાસભ્યોની કુલ સંપત્તિ રૂ. 3,255 કરોડ, ગુજરાત (182) રૂ. 2,987 કરોડ, તમિલનાડુ (224) રૂ. 2,767 કરોડ અને મધ્યપ્રદેશ (230)ની રૂ. 2,476 કરોડ, ત્રિપુરા (59)માં રૂ. 90 કરોડ 190 કરોડ છે. મિઝોરમ (40) અને મણિપુર (60)માં રૂ. 225 કરોડ સંપત્તિ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT